SURAT

નેશનલ ગેમ્સ: સુરતના ડુમસ બીચ ખાતે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’નો પ્રારંભ

સુરત: ગૃહ, (Home) રમતગમત (Sports) રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) 36મી નેશનલ ગેમ્સ (36th National Games) અંતર્ગત સુરતના ડુમસ બીચ (Dumas Beach) ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચે આ ટુર્નામેન્ટની પ્રથમ બીચ વોલિબોલ મેચ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રીએ ખેલાડીઓ સાથે વોલિબોલ રમી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.આજે તા.6ઓક્ટોબરથી શરૂ થયેલી બીચ વોલિબોલ સ્પર્ધા તા. 9 ઓક્ટોબર સુધી ડુમસ બીચ પર રમાશે, જેમાં ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, કેરળ, દિલ્હી, પોંડીચેરી, ઓડિશા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કુલ 12 રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે.આ પ્રસંગે ધારાસભ્ય ઝંખના પટેલ, મેયર હેમાલી બોઘાવાલા, પાલિકા કમિશનર બંછાનિધી પાની, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, સુડાના ઇન્ચાજ.CEO અરવિંદ વિજયન, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, વોલિબોલ ફેડરેશનના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના ડુમસ બીચ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ
  • વોલિબોલ સ્પર્ધા તા. 9 ઓક્ટોબર સુધી ડુમસ બીચ પર રમાશે
  • ગૃહ રાજ્યમંત્રીએ ખેલાડીઓ સાથે વોલિબોલ રમી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

હર્ષ સંઘવી મનભરીને ગરબે રમ્યા
નવરાત્રિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગરબા રમવાના છેલ્લા દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પરંપરાગત વસ્ત્રોમાં ગરબા રમવા ગ્રાઉન્ડ પર ગયાં હતાં. જ્યાં ખેલૈયાઓ સાથે ગરબાના તાલે ઝૂમીને સૌ કોઈનો ઉત્સાહ વધાર્યો હતો. ખેલૈયાઓને આ વર્ષે ગરબા ગ્રાઉન્ડ પર રમવા પૂરતો સમય મળ્યો હતો. જેથી તેમણે ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગૃહમંત્રી ખેલૈયા બન્યા
નવરાત્રિ દરેક ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે. પરંતુ, રાજકારણીઓ પોતે ગરબા રમતા ભાગ્યે જ જોવા મળતાં હોય છે, ત્યારે સુરતમાં યોજાયેલી નવરાત્રિમાં ગરબા ગ્રાઉન્ડ પર હર્ષ સંઘવીએ ખેલૈયાઓ સાથે ગરબાના અવનવા સ્ટેપ કર્યાં હતાં. ટ્રેડિશન કોટી પહેરીને ગૃહમંત્રીએ ગરબા રમ્યા હતાં. તથા ખેલૈયાઓને આવતાં વર્ષે ફરી આ જ ઉત્સાહ અને જોશથી ગરબા રમવા માટેની શુભકામના પાઠવી હતી.

ખેલૈયાઓએ આભાર વ્યક્ત કર્યો
ખેલૈયા નિરજે જણાવ્યું હતું કે, આ વર્ષે ગૃહરાજ્યમંત્રીએ ખેલૈયાઓની લાગણી અને માગણી સ્વીકારીને ટાઈમ વધારી આપ્યો હતો. જેથી તેઓ પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે માતાજીના ગરબા રમી શક્યાં હતાં. ગરબા રમવા માટે પૂરતો સમય મળતા અમને તેમના આભારી છીએ.

Most Popular

To Top