Entertainment

અક્ષયની એન્ટ્રી બાદ હેરાફેરી-3માં કાર્તિક આર્યનની શું હશે ભૂમિકા? પરેશ રાવલે ખોલ્યું રહસ્ય

મુંબઈ: કોમેડી કલ્ટ ‘હેરા ફેરી’ ફિલ્મના ત્રીજા પાર્ટની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ચાહકોમાં ફિલ્મ વિશે ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. વળી, આ ફિલ્મમાં અક્ષય કુમારની રી એન્ટ્રી થઈ છે ત્યારથી ચાહકોની ઉત્સુકતા ખૂબ વધી ગઈ છે. સેટ પરથી સામે આવેલી ત્રણેય સ્ટાર્સની તસવીરો જોયા બાદ ચાહકોની ખુશીનો પાર નથી. ઘણા દિવસોથી ‘હેરા ફેરી 3’ ટ્વિટર પર ટ્રેન્ડમાં છે અને ચાહકો આ ફિલ્મ સાથે સંબંધિત દરેક અપડેટ મેળવવા ઉત્સુક છે. ‘હેરા ફેરી’ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2000માં આવ્યો હતો, જે હિટ રહ્યો હતો. ત્યારબાદ 2006માં ‘ફિર હેરા ફેરી’ આવી જે બ્લોકબસ્ટર રહી હતી. ત્યારથી તે માત્ર એક ફિલ્મ નહીં પણ ફ્રેન્ચાઈઝીના ચાહકો માટે ‘ઈમોશન’ બની ગઈ છે. પરેશ રાવલ ‘હેરા ફેરી-3’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ પરેશ રાવલે ‘હેરા ફેરી 3’ના શૂટિંગમાંથી કાર્તિક આર્યન વિશે વાત કરી હતી. વાત કરતી વખતે પરેશ રાવલે ફિલ્મના પ્લોટની હિંટ પણ આપી હતી.

થોડા મહિનાઓ પહેલાં, જ્યારે એવા અહેવાલો આવ્યા હતા કે અક્ષય કુમાર હવે ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝીનો ભાગ નહીં હોય અને રાજુનું પાત્ર હવે અન્ય અભિનેતા ભજવશે, ત્યારે ચાહકોને દુઃખ થયું હતું. પછી ટ્વિટર પર ‘નો અક્ષય કુમાર નો હેરા ફેરી’ ટ્રેન્ડ શરૂ થયું હતું. બાદમાં સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે પણ કહ્યું કે આ ફ્રેન્ચાઈઝી અક્ષય વિના અધૂરી છે. ત્યારબાદ સુનીલ શેટ્ટીએ પણ કહ્યું હતું કે તે ‘હેરા ફેરી 3’ માટે અક્ષય કુમારને સમજાવશે અને વાત કરશે. સ્ક્રિપ્ટ પસંદ નહીં હોવાના લીધે અક્ષયે હેરાફેરી 3 છોડી દીધી હતી અને તેમાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા.

હેરા ફેરી 3’માં અક્ષયની વાપસીથી ખુશ
હવે પરેશ રાવલ ખુશ છે કારણ કે અક્ષય કુમાર ‘હેરા ફેરી 3’ ફિલ્મ કરી રહ્યો છે. પરેશ રાવલ ફરી એકવાર અક્ષય અને સુનીલ શેટ્ટી સાથે ‘હેરા ફેરી’ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરેશ રાવલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બંને કલાકારો તેમના કામને લઈને બિલકુલ અસુરક્ષિત નથી. ત્રણેયની ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રી ફિલ્મી પડદે પણ જોવા મળે છે.

‘હેરા ફેરી 3’માં આંતરરાષ્ટ્રીય કૌભાંડ થશે
‘હેરા ફેરી’માં એક મકાનમાલિક અને તેના બે ‘બેરોજગાર’ ભાડૂતોની વાર્તા દર્શાવવામાં આવી હતી. આ ત્રણેય મળીને ખૂબ જ ઓછા સમયમાં વધુમાં વધુ પૈસા કમાવવાનું આયોજન કર્યું હતું. ફિલ્મના બીજા પાર્ટમાં ત્રણેય જણા ખજાના પાછળ દોડે છે. હવે ત્રીજા પાર્ટમાં ઈન્ટરનેશનલ સ્કેમ જોવા મળશે. પરેશ રાવલે જણાવ્યું કે ‘હેરા ફેરી 3’માં હવે બાબુ ભૈયા, રાજુ અને શ્યામ ત્રણેય મળીને ઈન્ટરનેશનલ લેવલનું કૌભાંડ કરશે. આ ત્રણેય વિદેશ જશે અને ત્યાં ‘હેરા ફેરી’ કરશે.

વિદેશમાં આ સ્થળોએ ‘હેરા ફેરી 3’નું શૂટિંગ
પરેશ રાવલે કહ્યું, ‘અમે ત્રણ મહિનામાં ‘હેરા ફેરી 3’નું શૂટિંગ શરૂ કરીશું. શૂટિંગ મુંબઈમાં થશે અને તે લાંબુ હશે. બાબુ ભૈયા, રાજુ અને શ્યામ આ વખતે વિદેશ જવાના હોવાથી અબુધાબીથી લઈને દુબઈ અને લોસ એન્જલસ સુધીના અનેક ઈન્ટરનેશનલ લોકેશન પર શૂટિંગ કરવામાં આવશે.

‘હેરા ફેરી 3’માં કાર્તિક આર્યન શું કરશે?
અભિનેતા કાર્તિક આર્યનને પણ ‘હેરા ફેરી 3’માં નવી ભૂમિકા માટે સાઈન કરવામાં આવ્યો છે, જેની જાહેરાત 2022માં કરવામાં આવી હતી. ‘હેરા ફેરી 3’માં પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર તેમના પાત્રો પર પાછા ફરશે, તેથી લોકોના મનમાં એક પ્રશ્ન છે કે કાર્તિક આર્યનનો રોલ શું હશે. ‘હેરા ફેરી 3’માં કાર્તિક આર્યન શું કરશે? જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પરેશ રાવલે કહ્યું, ‘જ્યાં સુધી મને યાદ છે, અગાઉ અક્ષય કુમાર અને કાર્તિક આર્યન બંને ‘હેરા ફેરી 3’ કરવાના હતા. પરંતુ તે કામમાં આવ્યું ન હતું. હવે શું થયું, મને ખબર નથી. ફરહાદ સામજી આ વખતે ‘હેરા ફેરી 3’નું નિર્દેશન કરશે. જ્યારે ‘હેરા ફેરી’નું દિગ્દર્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ‘ફિર હેરા ફેરી’નું નિર્દેશન નીરજ વોરાએ કર્યું હતું.

Most Popular

To Top