Dakshin Gujarat

વલસાડમાં નીટની પરીક્ષામાં નાપાસ થવાના ડરે પ્રોફેસરના પુત્રએ જીવન ટૂંકાવ્યું

વલસાડ : વલસાડના (Valsad) તિથલ રોડ (Tithal Road) ઉપર રહેતા કોલેજના પ્રોફેસરના (Professor) પુત્રએ (Son) તાજેતરમાં નીટની (NEET) પરીક્ષા (Exam) આપ્યા બાદ નાપાસ (Fail) થવાના ડરે તેણે પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી (Suicide) લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. તેણે લખેલી સ્યુસાઇડ નોટ (Suicide Note) મળી આવી છે. હાલ તો પોલીસે લાશનો કબજો લઇ તપાસ હાથ ઘરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના તિથલ રોડ ઉપર આવેલા આરએમ ડ્રિમ્સના પહેલા માળે રહેતા ધર્મેન્દ્ર બાબુ પ્રજાપતિ વલસાડની સરકારી પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમના 20 વર્ષીય પુત્ર ઓજસે હાલમાં જ ધો 12ની પરીક્ષા પાસ કરી નીટની પરીક્ષા પણ આપી હતી. તેનું પરીક્ષાનું પરિણામ આવવાનુ બાકી હોય નાપાસ થવાના ડરે ઓજસ તણાવમાં આવી ગયો હતો.

  • વલસાડના વિદ્યાર્થીએ નીટની પરિક્ષાના પરિણામ પહેલા જીવન ટૂંકાવ્યું
  • નાપાસ થવાના ડરના કારણે સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો

ગતરોજ સાંજે ઓજસએ પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લેતા ભારે ચકચાર ગઈ છે. પિતા ધર્મેન્દ્રભાઈ વોશરૂમમાં જવા માટે નીકળ્યા તે દરમિયાન તેમના પુત્રના બેડરૂમનો દરવાજો ખુલ્લો જોતા તેઓ તેના બેડરૂમમાં ગયાં હતાં. તેમણે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોતા અવાક બની ગયા હતા. જે અંગે વલસાડ સિટી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં નીટની પરીક્ષાને લઈને તે સતત તાણ અનુભવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું પીએસઆઇએ જણાવ્યું હતું. પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

પિતાએ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા લઇ જવાની ના પાડતા પુત્રએ તાપીમાં ઝપલાવ્યું
વ્યારા: કુકરમુંડા તાલુકાનાં જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાંથી નિંભોરાનાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કુકરમુંડા તાલુકાનાં નિંભોરા ગામનો યુવક સંદિપ પ્રકાશભાઈ પાટીલ તા.૧૭મી જુલાઇ ૨૦૨૨નાં રોજ તેનાં પિતાએ પાળેલ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા લઇ જવાની ના પાડતા તેને મનમાં ખોટુ લાગી આવતા યુવકે હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ભૂસકો મારી લેતા તેનું ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાનું યુવકનાં પિતાએ પોલીસને જણાવ્યું હતું.

Most Popular

To Top