Gujarat

ધો. 12 સાયન્સનું 65.68 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ હળવદનું, સુરતનું રિઝલ્ટ આટલું રહ્યું…

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે વેબ સાઇટ પર જાહેર થઈ ગયુ છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરિણામ જાહેર કર્યુ હતું. ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયુ છે.

રાજ્યમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જાણી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 12માં 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ અને સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ આવ્યુ છે.

સુરતનું રિઝલ્ટ 71.15 ટકા રહ્યું છે. સુરતના વિદ્યાર્થીઓએ રાજ્યભરમાં A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. રાજ્યમાં સુરતના વિદ્યાર્થીઓએ સૌથી વધુ A1માં 16 અને A2માં 336 વિદ્યાર્થીઓને સફળતા મળી છે. B1માં 1089 અને B2માં સુરતના 1914 વિદ્યાર્થીએ સફળતા મેળવી છે.

સુરત સેન્ટરનું 73.14 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે બારડોલીનું 61.61, કામરેજનું 70.35, વરાછાનું 82.44, કીમનું 51.78, રાંદેરનું 75.01, નાનપુરાનું 72.17, ઉધનાનું 55.29, માંડવીનું 38.64 અને વાંકલનું 57.74 ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ જ્યારે 76 શાળાઓનું પરિણામ 10 ટકાથી પણ ઓછું આવ્યું છે. રાજ્યમાં જાહેર થયેલા પરિણામમાં અમદાવાદ શહેરનું 65.62 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 69.92 ટકા અને એ- ગ્રુપનું 72.27 ટકા, બી- ગ્રુપનું 61.71 ટકા તેમજ એબી ગ્રુપનું 58.62 ટકા પરિણામ આવ્યું હતું.

ગુજરાતી માધ્યમનું 65.32 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જાહેર થયુ છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. આ સાથે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 6188 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 11,984 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 19,135 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 24,185 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 8975 વિદ્યાર્થીઓને D ગ્રેડ,115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે.

રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ કુલ 1,26,896 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. GSEB દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14થી 25 માર્ચ વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.

આ વર્ષે રાજ્યમાં પ્રથમ વખત whatsapp દ્વારા પરિણામ જાણી શકાયુ છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે.

12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે. એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.

Most Popular

To Top