Gujarat

ઐતિહાસિક ચૂકાદો: ગાંધીનગરની 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર નરાધમને 14 દિવસમાં કોર્ટે સજા સંભળાવી

ગાંધીનગર: આજે ગુજરાતના (Gujart) ગાંધીનગરની (Gandhinagar) સેશન્સ કોર્ટમાં (Session Court) એક ઐતિહાસિક ચૂકાદો (Historical Verdict) આવ્યો છે. નવા વર્ષના (New year) દિવસે 3 વર્ષની બાળકી (3 years old girl) પર બળાત્કાર (Rape) ગુજારનાર નરાધમને (Rapist) કોર્ટે આજીવન કેદની (Life Imprisonment ) સજા સંભળાવી છે. આ સાથે જ દુષ્કર્મના કેસમાં 14 દિવસમાં કોર્ટે સજા સંભળાવીને ઈતિહાસ રચી દીધો છે. આ અગાઉ સુરતની કોર્ટે બળાત્કારીને 29 દિવસમાં સજા સંભળાવી હતી.

આ કેસને કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યો હતો. ગાંધીનગરની કોર્ટે બળાત્કારી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. નવા વર્ષના દિવસે આરોપીએ ગાંધીનગરની 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ગાંધીનગર પોલીસે આરોપીને પકડી 8 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ગાંધીનગર ફાસ્ટટ્રેક કોર્ટે કેસ ચલાવી 14 દિવસમાં સજા સંભળાવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણાવી કહ્યું હતું કે મજબૂત પુરાવાઓને આધારે કડકમાં કડક સજા આરોપીને મળવી જોઈએ. સરકારી વકીલ સુનિલ પંડ્યાએ કોર્ટને કહ્યું હતું કે, ભોગ બનનાર પીડિતા 3 વર્ષની બાળકી હતી. આરોપીએ દુષ્કર્મ કર્યા બાદ પુરાવાઓનો નાશ કર્યો હતો. આરોપીને પોતાને 7 વર્ષની દીકરી છે. આરોપીને ફાંસી થવી જોઈએ.

પોલીસે 8 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી

ગાંધીનગરના સાંતેજની 3 વર્ષની બાળકી સાથે નવા વર્ષના દિવસે આરોપીએ દુષ્કર્મ કર્યું હતું. આ કેસનો ઝડપી ઉકેલ લાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આદેશ આપ્યા હતા. પોલીસે આરોપીને પકડ્યા બાદ 15 નવેમ્બરે ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. 60 સાક્ષીના નિવેદન, સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. પોક્સો એક્ટ હેઠળ ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

ગાંધીનગરમાં 3 બાળકીઓ પર રેપ થયો હતો

ગાંધીનગરમાં ત્રણ બાળકીઓ પર રેપ થવાની ઘટના સામે આવી હતી. આ કેસમાં આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરવામા આવી હતી. વિજયને 7 વર્ષની દીકરી છે અને તેની પત્ની સાત મહિનાથી ગર્ભવતી હતી. ગત 15 દિવસોથી તે પોતાની પત્ની સાથે સેક્સ કરી શક્તો ન હતો. તેથી તેણે નાની બાળકીઓને પોતાનો શિકાર બનાવવાનુ નક્કી કર્યુ હતું. તેણે જે પહેલી બાળકી સાથે દુષ્કર્મ કર્યુ હતુ, તેમાં તેની કરતૂત બહાર આવી ન હતી. જેથી તેની હિંમત ખૂલી હતી અને તેણે વધુ બાળકીઓને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યુ હતું. દિવાળીના દિવસે તે પાંચ વર્ષની બાળકીને નવા કપડા અપાવવાની લાલચમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું તેના બાદ તેણે બાળકીને છોડી દીધી હતી.

Most Popular

To Top