National

શું ભારત રહેવા લાયક નથી? રોજ 300 ભારતીયો દેશ છોડી રહ્યાં છે, 5 વર્ષમાં આટલા નાગરિકો વિદેશ જતા રહ્યાં

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી (Central Home Minister) નિત્યાનંદ રાયે (Nityanand Rae) લોકસભા (lok Sabha)ને લેખિતમાં ભારતીય નાગરિકતા (Indian citizenship) અંગે જાણકારી આપતા કેટલાક આંકડા રજૂ કર્યા છે. લેખિતમાં રજૂ કરાયેલા આંકડા ભારતની ચિંતાનો વિષય બન્યો છે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં ભારતીય નાગરિકતા અંગે જાણકારી આપતાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં 6 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી છે એનો મતલબ એ છેકે લગભગ રોજ 300 જેટલા ભારતની નાગરિકતા છોડી રહ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રાલય પાસે ઉપલ્બધ માહિતી અનુસાર કુલ 1,33,87,718 ભારતીય નાગરિક વિદેશમાં રહે છે. આ દરમિયાન 10,645 લોકો ભારતની નાગરિકતા માટે અરજી કરી છે. સૌથી વધુ અરજી પાકિસ્તાનમાંથી આવી છે.

છેલ્લા 5 વર્ષમાં 6 લાખથી વધુ લોકો ભારતની નાગરિકત્વ છોડ્યું છે. 2017માં 1,33,049 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી હતી. તે જ સમયે 2018માં 1,34,561, 2019માં 1,44,017, 2020માં 85,248 અને આ વર્ષે 30 સપ્ટેમ્બર, 2021 સુધી 1,11,287 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. આ દરમિયાન ભારતની નાગરિકતા માટે 10,645 લોકો અરજી કરી છે. જેમાંથી 4,177 લોકોને નાગરિકત્વ અપાયું છે.

ભારતીય નાગરિકત્વ માટે અરજી કરનારાઓમાં સૌથી વધુ 7,782 પાકિસ્તાનના છે. ત્યાર બાદ 795 અફઘાનિસ્તાનના, 227 અમેરિકાના અને 184 બાંગ્લાદેશના છે. 2016માં 1,106 લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું જ્યારે 2017માં 817, 2018માં 628, 2019માં 987 અને 2020માં 639 લોકોને ભારતનું નાગરિકત્વ અપાયું. આ દરમિયાન, દેશમાં NRCની સ્થિતિ અંગે TMC સાંસદ માલા રોયના પ્રશ્નના જવાબમાં, નિત્યાનંદ રાયે કહ્યું કે અત્યાર સુધી કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકોની રાષ્ટ્રીય નોંધણી (NRC) તૈયાર કરવાનો નિર્ણય લીધો નથી.

.

Most Popular

To Top