National

દેશમાં 4 કરોડ લોકોએ હજુ સુધી કોરોના રસીનો એકપણ ડોઝ નથી લીધો

નવી દિલ્હી: કોરોના(Corona) વાયરસે વિશ્વભર(World)ને પોતાના ભરડામાં લીધું છે. આ રોગ કે વાયરસથી લોકો અજાણ હતા. પરંતુ જેમ જેમ આ રોગનો ફેલાવો વધ્યો તેને લઇને લોકોનાં જીવ પર જોખમ ઉભું થયું…લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થયા જેમાંથી કેટલાકે તો પોતાના જીવ પણ ગુમાવ્યા. વિશ્વભરમાં કોરોના વાયરસનો પંજો ફેલાયો હતો. લગભગ એક વર્ષ બાદવૈજ્ઞાનિકો અને ડોકટરોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રસીની શોધ કરી અને આ રસી લોકોને યુદ્ધના ધોરણે મૂકવાનું શરૂ કર્યું. ભારતમાં પણ સરકારે પ્રાથમિકતાના આધારે લોકોને રસી આપવાનું શરૂ કર્યું.

  • 200 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
  • દેશમાં 6.77 કરોડ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા
  • દેશની કુલ વસ્તીના 98% લોકોએ એક ડોઝ લઇ લીધો છે

જો કે કોરોના રસીકરણ(Covid Vaccine)ને લઈ હાલમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં દેશમાં હજુ 4 કરોડ લોકો એવા છે કે જેણે કોરોનાની રસીનો એકપણ ડોઝ(Singal Dose) નથી લીધો. દેશમાં અત્યાર સુધીમાં 200 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 16 જાન્યુઆરી 2021ના રોજ દેશમાં રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. સરકારે દેશભરમાં મોટા પાયે રસીકરણ(Vaccination)નો કાર્યક્રમ શરૂ કર્યો હતો . પરંતુ તેમ છતાં, દેશમાં હજી પણ 4 કરોડ લોકો એવા છે, જેમણે હજુ સુધી રસીનો એક પણ ડોઝ આપ્યો નથી. એક તરફ સરકાર ત્રીજો ડોઝ મફતમાં આપી રહી છે તો બીજી તરફ 4 કરોડ લોકોને એક પણ ડોઝ ન મળવો સરકાર માટે ચિંતાનું કારણ બની રહ્યું છે.

18 જુલાઈ સુધી 4 કરોડ લોકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નથી – સરકાર
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે લોકસભામાં જણાવ્યું હતું કે, “18 જુલાઈ સુધીમાં, લગભગ 4 કરોડ લાભાર્થીઓને કોવિડ રસીનો એક પણ ડોઝ મળ્યો નથી.” અમે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આપવામાં આવેલા કુલ 201 કરોડથી વધુ ડોઝમાંથી 97% થી વધુ લોકોને સરકારી રસીકરણ કેન્દ્રો પર મફતમાં રસી આપવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામ પાત્ર પુખ્તોને મફત બૂસ્ટર શોટ આપવા માટે 75 દિવસની વિશેષ ઝુંબેશ પણ શરૂ કરી છે. અત્યાર સુધીમાં, દેશભરમાં કુલ 6.77 કરોડ પુખ્ત વયના લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. આ વિશેષ ઝુંબેશ પહેલા, આ વર્ષે 16 માર્ચથી સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (CVCs) પર આરોગ્ય કર્મચારીઓ (HCWs), ફ્રન્ટ-લાઈન વર્કર્સ (FLWs) અને 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓને સાવચેતીના ડોઝ મફતમાં ઉપલબ્ધ હતા. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતની 98% પુખ્ત વસ્તીએ કોવિડ-રસીની એક ડોઝ લઇ લીધો છે.

Most Popular

To Top