ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા 3 કરોડથી વધુ દાન આપ્યું

આણંદ : નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દાન કરીને યુનિવર્સીટી પ્રત્યેનું રુણ ચુકવ્યું હતું. અત્યાર સુધીમાં યુનિવર્સીટીમાં ભુતપુર્વક વિદ્યાર્થીઓ દ્વારા 3 કરોડથી વધુનુ દાન કરવામાં આવેલ છે નડિયાદમાં આવેલ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીમાં ભુતપુર્વક વિદ્યાર્થીઓએ તેમના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવનાર યુનિવર્સીટી પ્રત્યેનું ઋણ ચુકવા 3 કરોડથી વધુ રુપિયાનું દાન આપ્યુ હતું. 1973ની કેમીકલ એન્જીનીયરની પ્રથમ બેચના વિદ્યાર્થી પ્રદિપ દલાલ દ્વારા માતૃસંસ્થાનું ઋણ સ્વીકારીને પ્રદિપ અને દક્ષા દલાલ એનડાઉનમેન્ટ ફંડ અંતર્ગત એન્જીનીયરીંગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે તે હેતુથી વાઈસ ચાન્સેલર એચ.એમ. દેસાઈને 75 લાખનું દાન આપ્યું હતું.  આ દાનમાંથી દર વર્ષે ચાર વિદ્યાર્થીઓને 25 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમણે ફેકલ્ટી ઓફ સાઈન્સ અને રીર્સચ ખાતે કોરોનાકાળ દરમિયાન વેનટીલેટર માટે 11 લાખનું વિશિષ્ટ દાન આપ્યું હતું. ભુતપુર્વક વિદ્યાર્થીઓ દ્વારા દાન મેળવા પર ડો. પી.એ. જોષીએ કૃતજ્ઞતા વક્ત કરી હતી.

કોણે કેટલું દાન આપ્યું?

1973ની પ્રથમ બેચના કેમીકલ એન્જીનીયરની પ્રથમ બેચના વિદ્યાર્થી પ્રદિપ દલાલ દ્વારા એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં સ્કોલરશીપ અને ફેકલ્ટી ઓફ સાઈન્સ અને રીર્સચમાં વેનટીલેટર માટે કુલ 86 લાખનું દાન આપ્યું છે. 1973ની પ્રથમ બેચના મનોજ શાહ અને કલ્પના શાહ તરફથી એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં સી- એ.આર.એમ મશીન ખરીદવા માટે 5 લાખનું દાન આપ્યું છે.

1973ની પ્રથમ બેચના પ્રણય આર શાહ દ્વારા 50 હજારનું દાન આપવામાં આવેલ છે.

1975ના વિદ્યાર્થી અને ઈન્ડો-જર્મન કંપની કે.એચ.એસ. લિ.ના મેનેજીંગ ડાયરેક્ટર યતિન્દ્ર શર્મા દ્વારા મેડીકલ હોસ્પિટલના વિકાસ માટે 75 લાખનું દાન આપવામાં આવેલ છે. 1994ની બેચના અને આંતરરાષ્ટ્રીય આઈ.ટી. કંપની દેવ ઈન્ફોરમેન્શન ટેકનોલોજી લીનીટેડના મેનેજીંગ ડાયરેક્ટર અને સી.ઈ.ઓ જૈમિન શાહે કુલ 25 લાખના દાનનું જાહેર કરેલ છે, જેમાંથી તેમણે 3 લાખ આપેલ છે. 1975ની બેચના વિદ્યાર્થી  અને સંસ્થાના અધ્યાપક તરીકે સતત ચાર દાયકાથી પણ વધું સેવા આપનાર ડો. પી.એ. જોષી દ્વારા 1,11,111નું દાન આપવામાં આવેલ છે.

Related Posts