આણંદ પાસે ટ્રેનમાંથી મોબાઇલ અને રોકડ ભરેલાં પર્સની ચોરી

આણંદ ; આણંદ સ્ટેશન પરથી પસાર થતી ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર મુસાફરના બે મોબાઇલ અને રોકડ ભરેલું પર્સ અજાણ્યો શખસ ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશ ખાતે રહેતા રામસુખજી યાદવ 5મી સપ્ટેમ્બરના રોજ રતલામ રેલવે સ્ટેશનથી ગોરખપુરથી અમદાવાદ ટ્રેનમાં સવાર થયાં હતાં. તેઓ રાત્રિના 12 વાગ્યા સુધી જગ્યા બાદ સુઇ ગયાં હતાં. અઢી કલાક બાદ આણંદ સ્ટેશન આવતા તેઓ જાગ્યા હતાં. આ સમયે તપાસ કરતા તેમના બે મોબાઇલ અને રોકડ રૂ.15 હજાર ભરેલું પાકીટ કોઇ શખસ ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે તેઓએ આણંદ રેલવે પોલીસ સ્ટેશન પર મોબાઇલ, રોકડ, કિંમતી દસ્તાવેજ સહિત કુલ રૂ.50,489ની ચોરી અંગે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts