Charchapatra

અંધશ્રદ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂર

અંધશ્રદ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂર કોઇ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અનમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! હાલનાં સામાજિક દૂષણો ડામવા, વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો અનામતની જરૂર રહેતી નથી. સમાજ સાચા અર્થમાં સમાજ બનશે.  સ્ત્રીઓ અંધશ્રદ્ધામાં-કુરિવાજોમાં આજે પણ સંડોવાયેલી છે. સમાજના ડરના કારણે તેઓ કુરિવાજો અપનાવે છે.

પરંતુ સમય બદલાઈ રહ્યો છે. ધીમે ધીમે અંધશ્રદ્ધામાંથી મુકત થવું જોઇએ તો જ સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ થશે. તેના માટે સ્ત્રીઓને નાનપણથી જ યોગ્ય માર્ગદર્શન આપવું જોઇએ અને કુરિવાજો, કુપ્રથાઓ વગેરેથી દૂર રાખી યોગ્ય કેળવણી આપવી જોઇએ. જેથી નારીઓ અંધશ્રદ્ધામાંથી ધીમે ધીમે મુકત થવા લાગે અને સાક્ષર બનવા લાગે, જેથી તે પોતાનું કુટુંબ સમાજમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે. આજના યુગમાં સ્ત્રી-કેળવણીનું અનેરું મહત્ત્વ છે. વધુ સમજદાર પુત્રો, પુત્રવધૂઓ, પત્નીઓ, સુશીલ માતાઓ મળી શકે તેમ છે. કેળવણીના કસબને કારણે જ આજના સમાજમાંથી કુપ્રથાઓનો અંત આવ્યો છે.
અમરોલી          – પટેલ આરતી જે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top