Gujarat

અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ, હિટ સ્ટ્રોકથી રાજયમાં 24 કલાકમાં 13ના મોત

ગાંધીનગર: (Gandhinagar)) ગુજરાત અત્યાર અગન ભઠ્ઠીમાં શેકાઈ રહયુ છે. આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. આજે દિવસ દરમ્યાન અમદાવાદ એરપોર્ટ (Airport) વિસ્તારમાં 47.3 ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી. જયારે અમદાવાદ સીટીમાં ગરમીનો પારો 46.3 ડિગ્રી સુધી પહોચી ગયો હતો. ગરમીએ અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદમાં ગરમીના કારણે અચાનક ચક્કર આવવા તથા બેભાન થઈને પડી જવાની ઘટનાઓ વધી જવા પામી છે. બપોરના સમયે અમદાવાદ શહેરના રાજમાર્ગો સૂમસામ ભાસી રહયા હતા. જાણે કે જનતા કફર્યુ પડી ગયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.તા.27મી મે પછી રાજયમાં ગરમીના પ્રમાણમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , આગામી તા.27મી મે સુધી ગુજરાતને તીવ્ર ગરમીના પ્રકોપમાંથી કોઈ રાહત મળવાની નથી. આજે દિવસ દરમ્યાન રાજયમાં જુનાગઢ, ભાવનગર , સુરેન્દ્રનગર,કચ્છ, અમદાવાદ, ગાંધીનગર,આણંદ,સુરત અને વલસાડમાં હિટ વેવની કાતિલ અસર જોવા મળી હતી. બપોરના સમયે આ શહેરોમાં વાહનોની અવર જવર પણ ઘટી જવા પામી હતી. આગામી તા.27મી મે સુધી ગુજરાતમાં ગરમીના સંદર્ભમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરી દેવાયુ છે. જરૂરત ના હોય તો ઘરની બહાર નહીં નીકળવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે.હજુયે આગામી 26મી મે સુધી ગરમીનો તીવ્ર પ્રકોપ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ગરમ તથા ભેજવાળી હવાના કારણે સ્થાનિક લોકોને બેચેની અનુભવાશે.

અમદાવાદના એરપોર્ટ ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 47.3, અમદાવાદ સીટીમાં 46.3. ડિ.સે.,ડીસામાં 45.4 ડિ.સે.,ગાંધીનગરમાં 46.0 ડિ.સે.,વડોદરામાં 45.0 ડિ.સે.,સુરતમાં 37.0 ડિ.સે.,વલસાડમાં 39.0 ડિ.સે., દમણમાં 36.0 ડિ.સે.,ભૂજમાં 42.8 ડિ.સે.,નલિયામાં 38.0 ડિ.સે.,કંડલા 39.3 ડિ.સે.,અમરેલીમાં 44.4 ડિ.સે.,ભાવનગરમાં 42.2 ડિ.સે.,રાજકોટમાં 43.8 ડિ.સે., અને સુરેન્દ્રનગરમાં 45.9 ડિ.સે.,મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ છે.

  • કયા કયા જિલ્લાઓમાં 27મી સુધી ગરમીના મામલે એલર્ટ
    રેડ એલર્ટ
    અમદાવાદ
    ગાંધીનગર
  • ઓરેન્જ એલર્ટ
    મોરબી
    સુરેન્દ્રનગર
    ભાવનગર
    જુનાગઢ
    અમરેલી
    રાજકોટ
    બોટાદ
    કચ્છ઼
    આણંદ
    બનાસકાંઠા
    સાબરકાંઠા
    મહેસાણા
    પાટણ
    સુરત
    વલસાડ
    વડોદરા
    અરવલ્લી
    છોટા ઉદેપુર
    પંચમહાલ
    ખેડા

24 કલાકમાં સુરતમાં ગરમીને કારણે 10 લોકોના મોત
રાજયમાં ગરમીનો પારો અમદાવાદમાં તો 47 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે 108 ઈમરજન્સી ઓપરેશન સેવાના ડેટા સેન્ટરમાંથી મળતી માહિતી મુજબ , રાજયમાં છેલ્લા 24 કલાકમાં 13 લોકોનું હિટ સ્ટ્રોકના કારણે મૃત્યુ થયું છે. સુરતમાં કાળઝાળ ગરમીને કારણે 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે.. મોટાભાગના મૃતકો ગભરામણના કારણે પહેલા બેભાન થયા હતા અને બાદમાં તેમના મોત નિપજ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગરમીના કારણે રાજ્યમાં 13 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં સુરતમાં ગરમીથી 10 લોકોના મોત અને વડોદરામાં ગરમીથી 3 લોકોનું મૃત્યુ થયુ છે. સુરતમાં કાળઝાળ ગરમીને કારણે 24 કલાકમાં 10 લોકોના મૃત્યુ થયુ છે. મોટાભાગના મૃતકો ગભરામણના કારણે પહેલા બેભાન થયા હતા અને તે પછી આ દર્દીઓનું મૃત્યુ થયુ છે. એક વ્યક્તિનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. આ મૃત્યુની ફોરેન્સીક તપાસ પણ કરાઈ રહી છે. ગુજરાતમાં ૧૭ મે થી ૨૨ મે દરમિયાન ૧૦૮ માં કુલ ૧૯૦૦ જેટલા ગરમીના કારણે ઇમરજન્સી કોલ નોંધાયા છે, જ્યારે સૌથી વધુ ૧૮૮ કેસ ૨૨ મે ના રોજ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા ૭ દિવસમાં કુલ ૩૯૪ જેટલા હિટ સ્ટ્રોકના કિસ્સા નોંધાયા છે.

Most Popular

To Top