SURAT

લિંબાયતમાં ટપોરીએ ખુલ્લા ચાકુ સાથે આતંક મચાવ્યો, વીડિયો વાયરલ થતાં પોલીસે પકડ્યો

સુરત: લોકસભાની ચૂંટણીને લઈને નિયમ અનુસાર હથિયાર જમા કરાવી દેવાના હોય છે. જો કે, અમૂક અસામાજિક તત્ત્વો નિયમોને ઘોળીને પી ગયા હોય તે રીતે ઘાતક હથિયારો સાથે લોકો સામે રૌફ દેખાડતાં ફરતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના લિંબાયતમાં બની હતી. નીલગીરી ખાતે આવેલી શ્રીનાથ સોસાયટી-2માં હથિયાર સાથે લોકોને ધમકાવનારને સીસીટીવીના આધારે પોલીસે ઝડપી લીધો હતો.

  • લિંબાયતમાં યુવકે ખુલ્લા ચાકુ સાથે આતંક મચાવ્યો
  • વિડીયો વાયરલ થતાં બાગુલ નામના યુવાનની પોલીસે ધરપકડ કરી

શહેરમાં પરપ્રાંતી વિસ્તારો પોલીસને પરસેવો પડાવી રહ્યા છે. તેમાં લિંબાયતમાં યુવાન ચાકુ સાથે લોકોને ધમકાવતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. લિંબાયતના નીલગીરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું હતું. આ અસામાજિક તત્ત્વએ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પણ આવાં તત્ત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર ન હોવાનું સામે આવ્યું છે. આવાં તત્ત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઊઠી છે. દરમિયાન લિંબાયત પોલીસે આ અસામાજિક તત્ત્વની ધરપકડ કરીને તેને પોલીસ લોકઅપમાં ધકેલ્યો હતો.

લિંબાયત નીલગીરી શ્રીનાથ સોસાયટી-2 માં એક ઈસમ ચપ્પુ સાથે દેખાયો હતો. જેમાં આરોપીને ઝડપી લઈને પોલીસે હથિયાર પણ તેની પાસેથી કબ્જે કર્યું હતું. સાથે જ તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સાથે કોણ કોણ હતું તથા કોઈ ગેંગ ચલાવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top