Vadodara

સિંધરોટ ખાતેથી ચાર મૃતદેહ મળી આવતા અનેક તર્ક વીતર્ક…

એક તરફ ગરમીની સીઝન અને ઉનાળુ વેકેશન હોવાના કારણે અનેક લોકો ગરમીમાં ઠંડક મેળવવા અને મજા માણવા માટે વિવિધ જળાશયોની મુલાકાતે જતા હોય છે અને પાણીમાં નાહતા પણ હોય છે ત્યારે ઘણીવાર પાણીના વહેણમાં ડૂબી જવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે સિંધરોટ ખાતેથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા જોકે અચાનક મૃતદેહને જોતા લોકોના મનમાં અનેક તર્ક વીતર્ક જોવા મળ્યા હતા જોકે આ બનાવ બાબતે સિંધરોટ પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

થોડા દિવસ પહેલા જ સિંધરોટ ખાતે નાહવા ગયેલા બે મિત્રો ના વહેણમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા ત્યારે આજે ફરી એકવાર સિંધરોટ ખાતેથી ચાર લાશ મળી આવી હતી જોકે આ બાબતે હેડ કોન્સ્ટેબલ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સિંધરોટ ના આગળના ભાગથી આ લાશ તરતી મળી આવી હતી જોકે આ ચારેય લાશ કોની છે અને ક્યાંથી આવી છે તેની તપાસ શરૂ કરી છે અને તેને હાલ હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં મૂકવામાં આવી છે

Most Popular

To Top