Vadodara

વડોદરા પીએફ ઓફીસ બંધ ના કારણે નારાજ નગરજનો…

વડોદરા અકોટા સ્થિત આવેલ પ્રોવિડન્ટ ફંડ કચેરી આજ રોજ કોઈ પણ જાણ વગર બંધ રાખતા પ્રોવિડન્ટ ફંડ ના કામ હેતુ આવેલા નાગરિકો ને હાલાકી ભોગવવી પડી.
આકરા તાપમાં આસપાસ ના ગામો માંથી પોતાના પ્રોવિડન્ટ ફંડ ના કામ હેતુ વડોદરા અકોટા વિસ્તાર ની પીએફ કચેરી રોજ ની જેમ આજે પણ લોકો આવ્યા હતા. પરંતુ ઓફીસ બંધ હતી જેથી લોકો માં રોષ જોવા મળ્યો હતો. લોકો નું કેહવુ છે કે કોઈ પણ જાતની જાણ વગર આજે ઓફીસ બંધ રાખવામાં આવી છે. અમે દૂર ગામડે થી આવીએ છે અને આટલી ગરમી માં પણ અને અમારી પીએફ ની સમસ્યા નો ઉકેલ અને મદદ માટે અહી આવ્યા છે પરંતુ આ સરકારી કચેરી એ કોઈ પણ જાતની જાણ કારીયા વગર આજ રોજ ઓફીસ બંધ રાખેલ છે જેથી હમારે ગરમી માં ધક્કો પડેલ છે. ઓફીસ ની બહાર પણ કોઈ બોર્ડ મરિયું નથી . કે નથી કોઈ નોટીફિકેસં. પીએફ આઓફિસ બહાર લોકો દ્વારા સૂત્ર ઉચર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top