National

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને ચૂંટણી પંચે આપી કડક ચેતવણી, શું છે મામલો જાણો..

નવી દિલ્હી: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં નેતાઓના પ્રચારને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના સંબંધિત પક્ષોના સ્ટાર પ્રચારકોને તેમના નિવેદનો સુધારવા, સાવચેતી રાખવા અને સતર્ક રહી ભાષણ આપવા ઔપચારિક નોંધો જારી કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પ્રચારની ઘટતી જતી ગુણવત્તાને જોતા પંચે ભાજપ અને કોંગ્રેસને આ સૂચના આપી છે. ચૂંટણી પંચે જાતિ, સમુદાય, ભાષા અને ધર્મના આધારે પ્રચાર કરવા બદલ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને ફટકાર લગાવી છે. પંચે કહ્યું કે ચૂંટણીના કારણે ભારતના સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણને અસર થઈ શકે નહીં.

ચૂંટણી પંચે ભાજપ અને તેના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચારમાં ધાર્મિક અને સાંપ્રદાયિક નિવેદનો કરવાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું, સંરક્ષણ દળોનું રાજનીતિકરણ ન કરો ચૂંટણી પંચે ભાજપને સમાજમાં ભાગલા પાડનારા ભાષણો આપવાનું બંધ કરવા કહ્યું છે.

અગ્નિવીર યોજના પર, કમિશને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને સંરક્ષણ દળોનું રાજનીતિકરણ ન કરવા અને સંરક્ષણ દળોના સામાજિક-આર્થિક માળખા અંગે વિભાજનકારી નિવેદનો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો.

ભાજપના ઉમેદવાર સામે કાર્યવાહી
આ અગાઉ મંગળવારે ચૂંટણી પંચે કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને તમલુક બેઠક પરથી ભાજપના ઉમેદવાર અભિજીત ગંગોપાધ્યાયના ચૂંટણી પ્રચાર પર 24 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. કમિશને તેમને તેમના જાહેર નિવેદનોમાં સાવચેત રહેવાની કડક ચેતવણી પણ આપી હતી. તમને જણાવી દઈએ કે ટીએમસીએ અભિજીત વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ટીએમસીએ કહ્યું કે ગંગોપાધ્યાયે સીએમ મમતા બેનર્જી વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે

Most Popular

To Top