Vadodara

નંદેસરીની ડામર બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા નાસભાગ

નંદેસરી જીઆઇડીસીની એક કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નંદેસરી જીઆઇડીસીમાં આવેલી અને ડામર બનાવતી એનટીપી તાર કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા કામદારો ના જીવ પડીકે બંધાયા હતા. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ફાયર વિભાગના લશ્કરો તાબડ તોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ફાયર વિભાગના લશ્કરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. એનટીપી તાર કંપનીમાં લાગેલી આગ ને પગલે નજીકમાં આવેલી કંપનીઓના કર્મચારીમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top