National

PFIને મોટો આંચકો, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી 8 આરોપીઓના જામીન રદ કર્યા

નવી દિલ્હી: પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્યોને બુધવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના (Madras High Court) નિર્ણયને પલટી નાખ્યો છે અને પીએફઆઇના તમામ 8 આરોપીઓના જામીન રદ કરી દીધા હતા. આ આઠ લોકો પર આતંકવાદી ઘટનાઓનું ષડયંત્ર રચવાનો આરોપો હતા.

ગયા વર્ષે ઓક્ટોબરમાં મદ્રાસ હાઈકોર્ટે આ 8 આરોપીઓને જામીન આપ્યા હતા, જે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તેમજ આ મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન SCએ કહ્યું કે, પીએફઆઇના સભ્યોના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને મહત્તમ સજાના રૂપે માત્ર 1.5 વર્ષની જેલની સજા આપવામાં આવી હતી. જેથી અમે મદ્રાસ હાઈકોર્ટના જામીન આપવાના આદેશમાં દખલ કરવા ઈચ્છીએ છીએ. તેમજ જો હાઇકોર્ટના આ આદેશો ખોટા આધારો પર કરવામાં આવ્યા હશે તો કોર્ટ વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કે આરોપીઓને જામીન આપવાના આદેશોમાં પણ દખલ કરી શકે છે.

આ કેસમાં મહત્તમ સજા આપી અને માત્ર દોઢ વર્ષ જેલમાં વિતાવ્યા
વાસ્તવમાં મદ્રાસ હાઈકોર્ટે ગયા વર્ષે આ 8 આરોપીઓને જામીન આપ્યા હતા. જે બાદ આરોપીઓના જામીનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને જસ્ટિસ ત્રિવેદીએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

જસ્ટિસ ત્રિવેદીએ કહ્યું કે આ પીએફઆઈ સભ્યો પર દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપ છે. આ લોકોએ માત્ર દોઢ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. આ કારણોસર અમે આરોપીઓને જામીન પર મુક્ત કરવાના હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરી રહ્યા છીએ.

આઠ આરોપીઓમાં ઈદ્રીસ, બરકતુલ્લાહ, ખાલિદ મોહમ્મદ, મોહમ્મદ અબુતાહિર, સૈયદ ઈશાક, ખાજા મોહિદ્દીન, યાસર અરાફાત અને ફૈયાઝ અહેમદનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં ટ્રાયલ ઝડપથી ચલાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ લોકો પર કેરળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં આતંકવાદી ગતિવિધિઓ માટે કાવતરું ઘડવાનો અને નાણાં ભેગા કરવાનો પણ આરોપ છે.

મદ્રાસ હાઈકોર્ટે જામીન આપ્યા હતા
ઓક્ટોબર 2023માં મદ્રાસ હાઈકોર્ટમાં જસ્ટિસ એસએસ સુંદર અને જસ્ટિસ એસએસ સુંદરની ડબલ બેન્ચે પીએફઆઇના આ આરોપી સભ્યોને જામીન આપતા કહ્યું હતું કે, ફરિયાદ પક્ષે આ કોર્ટ સમક્ષ પીએફઆઇના સભ્યો વિરુધ્ધ કોઈ પણ પ્રકારની આતંકવાદી કૃત્યમાં સંડોવણી કે આતંકવાદી ગેંગના સભ્ય હોવાની વાત સાબિત કરી નથી. જેથી પીએફઆઈને આતંકવાદી સંગઠન નહીં પરંતુ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવે છે.

Most Popular

To Top