Vadodara

જુલાઈમાં  મેયર ઇન્ડોનેશિયા મેયર ફોર્મમાં ભાગ લેવા  જશે

  • સ્થાયી સમિતિની બે બેઠક યોજાઈ જેમાં દરખાસ્ત મંજુર કરવામાં આવી
  • 4 જૂન બાદ શહેરના વિકાસના કામો વેગીલા બનશે

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બે બેઠક ગુરુવારના રોજ મળી હતી. જેમાં ગત સ્થાયીના પેન્ડિંગ કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેયર આગામી જુલાઈમાં મેયર ફોર્મમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયાના જાકાર્તામાં જશે તે દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળી હતી. ગુરુવારના રોજ બે બેઠકો મળી હતી જેમાં ઓડિટ વિભાગના કામો એજન્ડા ઉપર લેવામાં આવ્યા હતા. ઓડિટ વિભાગની 31.7.23 થી 6.8.23 ની વિગતો ધ્યાનમાં લેવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જે ધ્યાને લેવામાં આવી હતી. આ ઉપરાંત  2 જુલાઈ થી 4 જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક વિભાગ દ્વારા  સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન ઇન્ડોનેશિયાના જાકાર્તામાં કરવામાં આવ્યું છે. જેનો ખર્ચ મેયરને આમંત્રણ આપવા માટેનો સરકાર ઉઠાવશે. જે બાબત મેયરને ઇન્ડોનેશિયા જવા મુકવામાં આવી જે મંજુર કરવામાં આવી છે. આગામી 4 જૂન બાદ શહેરના વિકાસના કામો કે જે વિવિધ સભ્યો દ્વારા મુકવામાં આવ્યા છે તેને પ્પણ વેગવંત બનાવવામાં આવશે. એમ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું

Most Popular

To Top