National

બાંગ્લાદેશી સાંસદના મર્ડર કેસમાં મોટો ખુલાસો, મિત્રએ જ આપી હતી આટલા કરોડની સોપારી

નવી દિલ્હી: બાંગ્લાદેશી સાંસદની (Bangladesh MP) હત્યા કેસમાં (Murder case) નવો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળ CIDએ ગુરુવારે આ મામલાની જાણકારી આપી હતી. CIDના જણાવ્યા મુજબ પાડોશી દેશના સાંસદ અનવારુલ અઝીમના મિત્રએ જ તેમની હત્યાની સોપારી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બાંગ્લાદેશી સાંસદ કે જેઓ પોતાનો ઇલાજ કરાવવા માટે ભારત આવ્યા હતા, દરમિયાન તેમની પૂર્વ નિર્ધારીત હત્યા માટે તેમના એમેરિકામાં રહેતા મિત્રએ સોપારી આપી હતી. સાંસદના મિત્રએ હત્યા માટે 5 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બાંગ્લાદેશી સાંસદ અનવરુલ 13 મેથી કોલકાતામાં ગુમ થઇ ગયા હતા. ત્યાર બાદ તેમની હત્યાનો મામલો સામે આવ્યો હતો અને આ કેસમાં કોલકાતા પોલીસે 3 લોકોની ધરપકડ પણ કરી હતી.

બાંગ્લાદેશના ગૃહ મંત્રી અસદુઝમાન ખાને બાંગ્લાદેશી મીડિયાને માહિતી આપતા બુધવારે જણાવ્યું હતું કે કોલકાતામાં 13 મેથી ગુમ થયેલા અનારની હત્યા કરવામાં આવી હતી અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પશ્ચિમ બંગાળ પોલીસે કહ્યું હતું કે રાજ્યની સીઆઈડી આ કેસની તપાસ શરૂ કરી હતી.

અમેરિકામાં રહેતા મિત્રએ સાંસદની હત્યા માટે 5 કરોડ આપ્યા
સીઆઈડી આઈજી અખિલેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અવામી લીગના સાંસદ કે જેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તેમના મિત્ર પાસે અમેરિકન નાગરિકતા છે અને તેની પાસે કોલકાતામાં પોતાનો ફ્લેટ પણ છે.

બાંગ્લાદેશી સાંસદના ગુમ થવાના કેસમાં કોલકાતાની બહારના ન્યુ ટાઉનમાં સ્થિત એક આલીશાન ફ્લેટમાંથી લોહીના ડાઘ મળી આવ્યા હતા. છેલ્લી વખત સાંસદ આ ફ્લેટમાં રોકાયા હોવાની માહિતી મળી હતી. CID અધિકારીનું કહેવું છે કે અમારી ફોરેન્સિક ટીમ શંકાસ્પદ ક્રાઈમ સીનની તપાસમાં વ્યસ્ત છે.

12મી મેના રોજ સારવાર માટે કોલકાતા આવ્યા હતા
ગુમ થયેલા બાંગ્લાદેશી સાંસદની શોધ દરમિયાન ખબર પડી કે તેઓ 12 મેના રોજ સારવાર માટે કોલકાતા આવ્યા હતા. કોલકાતા આવ્યાના છ દિવસ બાદ 18 મેના રોજ બાંગ્લાદેશી સાંસદના સબંધી કે જેઓ બારાનગરના રહેવાસી ગોપાલ બિસ્વાસે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કહેવાય છે કે કોલકાતા આવ્યા બાદ અનવરુલ ગોપાલના ઘરે રોકાયા હતા.

ગોપાલ બિસ્વાસે ગુશુદ્ગી રિપોર્ટ દાખલ કર્યો હતો
ગોપાલ બિસ્વાસ દ્વારા દાખલ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશી સાંસદ 13 મેના રોજ બપોરે તેમના ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ તેમણે ડૉક્ટર સાથે મુલાકાત લીધી હતી. ડોક્ટર સાથેની મુલાકાત બાદ તેમણે સાંજે જમવા માટે પાછા ફરવાનું હતું. પરંતુ તેઓ પાછઅ આવ્યા ન હતા. તેમજ બિશ્વાસનું કહેવું છે કે તેઓ 17 મેથી અનવરુલના સંપર્કમાં પણ ન હતા. આ જ કારણ છે કે તેમણે એક દિવસ પછી તેમના બાંગ્લાદેશી મિત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top