Vadodara

વડોદરા: ગોરવાના લેબર કોન્ટ્રાક્ટર દ્વારા કામદારો તથા કંપની સાથે એક કરોડ ઉપરાંતની ઠગાઈ

કામદારોના પીએફ પીએસઆઇની રકમ કામદારોના ખાતામાં જમા જ નહીં કરાવી
મકરપુરા જીઆઇડીસીની કંપનીના સેટલમેન્ટ તથા જીએસટીના રૂપિયા પણ બારોબાર વગે કરી નાખ્યા
પ્રતિનિધિ વડોદરા તા.23
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતા કામદારોના પગારમાંથી કાપેલી પીએફ , ઈએસઆઇની રકમ 36 લાખ લેબર કોન્ટ્રાક્ટર દ્વારા તેમના ખાતામાં જમા કરાવ્યા ન હતા. ઉપરાંત રુ 42.41 લાખ જીએસટીના તથા કંપનીના ફાઇનલ સેટલમેન્ટના રૂપિયા રુ.21.99 લાખ મળી કુલ એક કરોડ ઉપરાંતની રકમની કામદારો તથા કંપની સાથે છેતરપિંડી આંચરી હતી. જેથી કંપનીના મેનેજર દ્વારા લેબર કોન્ટ્રાક્ટર સામે ઠગાઈની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મમતાબેન ડો/ઓ મોહનલાલ રાયસિંઘાણી (ઉ.વ.42) રોટેલ ઓટોમેશન લીમીટેડ નામની કંપનીમાં આસીસ્ટન્ટ મેમેજર એચ આર., ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી કરે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અમારી કંપનીના ઓનર રાજેશ જીતેન્દ્રભાઈ શાહ છે. અમારી કંપનીમા રાકેશ કાલુપણ ગોસાઈ (રહે.ગોરવા) વર્ષોથી અમારી કંપનીમા લેબર કોટ્રાકટર તરીકે લેબર સપ્લાય કરવાનું કામ કરે છે. તેમની કંપની સાથે તેઓને
1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024 સુધીનો લેબર સપ્લાય બાબતનો કોટ્રાકટ છે. આ કોન્ટ્રાક્ટ રાકેશ ગોસાઈના બેન્ક એકાઉન્ટમાં ઓનલાઈન એનઈએફટી દ્વારા રૂપિયા ચુકવી આપતા હતા. જેમાંથી દર મહિનાની શરૂઆતના દિવસોમા અંદાજે રૂ.30 લાખ એડવાન્સ તરીકે ચૂકવી આપતાં હતાં અને મહિનાના અંતે લેબર સપ્લાયનું ફાયનલ બીલ આવતાં એડવાન્સ આપેલા રૂપિયા સરભર કરી બાકી નિકળતી રકમ ચુકવી આપતાં હતા. રાકેશ ગોસાઈએ કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોના પ્રોવીડન્ડ ફંડ તથા ઈએસઆઈ તથા સરકારી ટેક્સ જીએસટી ભરવાનો હોય છે. કરાર મુજબ એપ્રીલથી ડિસેમ્બર 2023 સુધી રૂ.33.23લાખ રૂપિયા પ્રોવિડન્ડ ફંડ, ઈએસઆઈના રૂ.2.82 લાખ, કુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટના રૂ.21.99 લાખ તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારના જી.એસ.ટી.ના રૂ.42.41 લાખ મળી રુ.1,00,52,474 જેટલી માતબર સંલગ્ન વિભાગમાં ભરી ન હતી. આમ તેઓએ અમારી કંપની તથા કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કામદારો સાથે છેતરપિંડી આચરી છે.

Most Popular

To Top