Vadodara

વડોદરા : મકરપુરાની એસ.એમ.હિટ ટ્રીટમેન્ટ વર્ક્સમાં આગ, અફરાતફરી મચી

દોઢ કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડયા

ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા :

( પ્રતિનિધિ ) વડોદરા તા.23

વડોદરામાં વધુ એક આગની ઘટના સામે આવી છે મકરપુરા વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે આવેલ એસ.એમ. હિટ ટ્રીટમેન્ટ વર્કસ નામની કંપનીમાં આગની ઘટના બની હતી ધુમાડા ના ગોટે ગોટા નીકળતા વિસ્તારમાં ભારે અફરાતાફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આગજનીના બનાવવામાં વધારો જોવા મળ્યો છે ત્યારે, વિતેલા 24 કલાકમાં ત્રણથી વધુ આગની ઘટના સામે આવી છે. ગત રાત્રે સમા વિસ્તારમાં આવેલા પુનમ ચાર રસ્તા પાસે એમજીવીસીએલના ફીડરમાં આગની ઘટના ત્યારબાદ અકોટા રામપુરા વુડાના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જ્યારે બપોરના સોમવારે મકરપુરા હનુમાનજી દાદાના મંદિર પાસે આવેલ એસ.એમ. હિટ ટ્રીટમેન્ટ વર્કસ નામની કંપનીમાં આગ લાગી હતી. જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો ફેલાયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. પરંતુ આગની લપેટમાં કંપનીમાં રહેલ માલ સામાન ખાખ થઈ જતા મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

Most Popular

To Top