National

પુણે પોર્શ કાંડમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની એન્ટ્રી, સગીર આરોપીની જામીન અરજી રદ

નવી દીલ્હી: પુણેના પોર્શ અકસ્માત કેસમાં આજે સગીર આરોપીના જામીન (Bail) રદ કરવામાં આવ્યા હતા. તેમજ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે સગીર આરોપીને બાળ ગૃહમાં મોકલી આપ્યો હતો. હવે આરોપી સગીરને 5 જૂન સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. આરોપી સગીરને પુખ્ત વયના વ્યક્તિ જેમ સજા આપવી કે નહીં તે અંગે કોર્ટે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. માનવામાં આવી રહ્યું છે કે 5 જૂન સુધીમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

પુણે પોર્શ કાંડ કેસમાં એક પછી એક નવા ઘટસ્ફોટ થયા હતા. ત્યારે આરોપી સગીરના જામીન અરજી રદ થયા બાદ એક નવો ખુલાસો યયો હતો. અસલમાં પુણેમાં દારૂના નશામાં પોર્શ કાર ચલાવીને બે એન્જિનિયરોની હત્યા કરનાર સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ 2021માં સુરેન્દ્રએ તેના ભાઈ આરકે અગ્રવાલ સાથેના પ્રોપર્ટી વિવાદને ઉકેલવા માટે છોટા રાજન પાસે મદદ માંગી હતી. ત્યારે પોર્શ કાંડની તપાસમાં આ ખુલાશો થતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતુ કે આ બાબતની પણ તપાસ કરવામાં આવશે.

શું છે મામલો?
18મી મેની રાત્રે પુણેમાં એક નશામાં ધૂત સગીરે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોર્શ કાર ચલાવી બે આઈટી એન્જિનિયરોને કચડી નાંખ્યા હતા, જેમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાર એક 17 વર્ષનો સગીર છોકરો ચલાવી રહ્યો હતો. ત્યારે આ કેસમાં આરોપીને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો, પરંતુ સગીરના પિતાના પ્રભાવને કારણે તેને તરત જ જામીન મળી ગયા હતા. તેમજ હવે જ્યારે આ મામલાએ જોર પકડ્યું છે ત્યારે પોલીસ પણ એક્શનમાં આવી હતી અને તેના પિતા સહિત 5 લોકોની ધરપકડ કરી હતી.

લોકોએ આરોપીના પિતા પર શાહી ફેંકી હતી
પુણે અકસ્માતના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્ય હતો. જ્યારે સગીરના પિતા વિશાલ અગ્રવાલને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે લોકોએ તેમના પર શાહી ફેંકી હતી. મામલો વધી જતાં પોલીસ પણ સક્રિય થઈ હતી અને સગીર આરોપીને પુખ્ત ગણીને કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી.

ત્યારે સગીરને પક્ત ગણી કાર્યવાહી કરવી કે નહીં તે મામલે ચૂકાદો આવવાનો બાકી છે. પરંતુ પોલીસે સગીર કરતા તેના પિતા વિશાલ અગ્રવાલ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમજ FIR પણ નોંધી હતી. જે મુજબ, રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ જાણતો હતો કે તેનો પુત્ર સગીર છે. તેમ છતાં, તેણે પોતાના પુત્રને 2.50 કરોડ રૂપિયાની નંબર પ્લેટ વિનાની પોર્શ કાર આપી અને પબમાં દારૂની મહેફિલ માટે તેમનું ક્રેડિટ કાર્ડ પણ આપ્યું. આ કાર્ડથી આરોપીએ 90 મિનિટમાં 48 હજાર રૂપિયાનું બિલ ચૂકવી દીધું હતું. 

Most Popular

To Top