Vadodara

ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી જયરત્ન ચારરસ્તા વચ્ચે પાલિકા તંત્ર દ્વારા પથારાવાળા,લારીઓઓને હટાવતા નાના વેપારીઓ વિફર્યા

વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી પાસે ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી જયરત્ન ચારરસ્તા વચ્ચે ફ્રૂટ્સ સહિતની દુકાનો આવેલી છે જ્યાં વહેલી સવારે સાડા ચારથી સવારે નવ વાગ્યા સુધી બહારથી લીલાં નારિયેળ, સફરજન, કેળાં, ચીકુ સહિતના વિવિધ ફ્રૂટ્સ ની નાની મોટી ગાડીઓ આવીને રોડપર પોતાની ગાડીઓ અન્ય વાહનોને અવરોધક બને તે રીતે ઉભી રાખી વેપાર કરે છે સાથે જ કચરો પણ કરતાં હોય છે. અહીં ફ્રુટ્સના વેપારીઓ પણ બહાર રોડ સુધી સ્ટોલ લગાડી દબાણ કરતાં હોય છે ત્યારબાદ નવ વગ્યા પછી નાના વેપારીઓ અસહ્ય ગરમી, વરસાદ કે ઠંડીમાં અહીં પથારા તથા લારીઓ લગાડી ફ્રૂટ્સ, ફ્લાવરનો ધંધો કરે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકતરફ જગ્યાના અભાવે વેપારીઓ માટે અલાયદો જગ્યાઓ ફાળવી નથી અને છેલ્લા કેટલાક દિવસથી અહીં પથારાવાળાઓને, લારીઓવાળાઓનો સામાન જપ્ત કરી ઉઠાડી દેવામાં આવે છે ત્યારે આજે નાના વેપારીઓ દ્વારા પાલિકા તંત્રની મોટા વેપારીઓ તથા સવારે અડચણરૂપ ગાડીઓને હપ્તાખોરીને કારણે ન હટાવી માત્ર ગરીબ અને નાના લારીધારકો પથારો કરી પેટિયું રળતા લોકોને જ પરેશાન કરવામાં આવી રહ્યા હોવા મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આસપાસના દુકાનના વેપારીઓ તથા લારી પથારાવાળાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાતા પોલીસ ને દરમિયનગીરી કરવાની ફરજ પડી હતી.

Most Popular

To Top