Vadodara

સાવલી તાલુકાની 20 વર્ષની યુવતીએ ફાંસો ખાધો

સાવલી તાલુકા નાં મેવલી ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતી એ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મેવલી ગામ માં પોસ્ટ વાળા ફળિયા માં રહેતી નામે પ્રેરણા બેન કનકસિંહ પરમાર ગત રોજ સાંજે પોતાના ઘર નાં રસોડા માં ઓઢણી વડે લટકી ફાંસો ખાઈ લીધો હતો બનાવના પગલે પરિવારજનો ભેગા થઈ જતાં ફાસા એ લટકતી યુવતી ને નીચે ઉતરી હતી અને અર્ધબેભાન અવસ્થામાં સાવલીની ખાનગી હોસ્પિટલ માં લઈ જવામાં આવી હતી .જ્યાં ફરજ પર નાં ડોકટરે યુવતી ને મૃત જાહેર કરી હતી. બનાવ ના પગલે સમગ્ર પરિવારમાં અને ગામમાં શોક ની લાગણી પ્રસરી ગઈ હતી અને સાવલી પોલીસ ને જાણ કરવામાં આવી હતી.
પોલીસે બનાવ સંદર્ભે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને મૃતક ના મૃતદેહ ને પી એમ અર્થે સાવલી જનમોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં પીએમ કરાવીને મોતનું ચોક્કસ કારણ જાણવા તેમજ મૃતદેહ પરિવારજનોને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે. હાલ યુવતી ની આત્મહત્યા નું કારણ અકબંધ છે.

Most Popular

To Top