Dakshin Gujarat

વલસાડમાં ફરજ પર બેદરકારી દાખવતાં ચાર હોમગાર્ડ-ટીઆરબી જવાનને સસ્પેન્ડ કરાયા

વલસાડ : વલસાડના (Valsad) હાલર ચાર રસ્તા (Road) ઉપર બે અઠવાડિયા (Week) અગાઉ સર્જાયેલા અકસ્માતમાં (Accident) 7 મહિનાની બાળકીનું મોત (Death) નીપજ્યું હતું. જેમાં ટ્રાફિક સર્કલ (Traffic Circle) પાસે હોમગાર્ડ અને ટીઆરબીના (TRB) 4 જવાને ફરજ પર બેદરકારી દાખવતાં જિલ્લા પોલીસ (Police) વડાએ તેમને સસ્પેન્ડ (Suspend) કરી દીધા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે અઠવાડિયા અગાઉ વલસાડ તાલુકાના જુજવા પાથરી ગામે રહેતા સંગીતાબેન સંજયભાઈ પટેલ સાસરેથી પોતાના પિયર સેગવી રહેવા માટે આવ્યા હતા. દરમિયાન પોતાની સાત માસની પુત્રીની તબિયત ખરાબ હોય તેને હોસ્પિટલ લઈ જવા માટે એમના પતિ સાથે મોપેડ લઈ હાલર ચાર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ત્યાંથી આશીર્વાદ સોસાયટીમાં રહેતા બિમલ નીતિન મિસ્ત્રીએ પોતાની કાર નં. જીજે ૧૫ સીબી ૭૦૭૮ પૂરઝડપે હંકારી લાવી મોપેડ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં સંગીતાબેનના હાથમાંથી સાત મહિનાની પુત્રી રોડ પર પટકાતા એને માથામાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે આશ્રય હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન 7 મહિનાના બાળકીનું મોત નિપજ્યું હતું. જે અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. આ ઘટનાને લઇ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ ગંભીરતા દાખવી સિટી પોલીસ મથકના પીઆઈને રિપોર્ટ કરવા જણાવ્યા બાદ હાલર રોડ પર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્યાં ફરજ બજાવતા હોમગાર્ડ ધર્મિષ્ઠાબેન, દર્શનાબેન, ટીઆરબી જવાન મનન અને કેકીને બેદરકારી દાખવી હોવાનું માલુમ પડતાં જિલ્લા પોલીસ વડાએ ચાર જણાને સસ્પેન્ડ કરી દીધા હતા.

વેસ્મા ગામ પાસે કારે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત
નવસારી : વેસ્મા ગામ પાસે કારે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોરના મરોલી બજાર જનતા સોસાયટીમાં કમલેશભાઈ બાબુભાઈ પરમાર તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 30મીએ કમલેશભાઈ તેમની બાઈક લઈને પલસાણા નોકરીએ ગયા હતા. જ્યાંથી તેઓ પરત બાઈક લઈને ઘરે આવી રહ્યા હતા. ત્યારે વેસ્મા ગામ લીબર્ટી હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી આવતી અજાણી કારના અજાણ્યા ચાલકે કમલેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. જેના પગલે કમલેશભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર શનિએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.વી. પાટીલે હાથ ધરી છે.

Most Popular

To Top