Dakshin Gujarat

ઉમરગામમાં લોન અપાવવાના નામે લાખ્ખોની ઠગાઈ : અનેક લોકો ફસાયા

ઉમરગામ : ઉમરગામમાં (Umargam) લોન અપાવવાના નામે લાખ્ખો રૂપિયાની ઠગાઈ (Froud) કરી ભેજાબાજ શખ્સ રફુચક્કર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે પોલીસ (Police) ફરિયાદ નોંધાવા પામી છે.ઉમરગામ ગાંધીવાડી (Ghandhi wadi) આનંદનગર દુર્ગા મંદિરની પાસે ચાલીમાં રહેતા ફરિયાદી મુન્ના કૈલાશ ટુંડુ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેને રૂપિયા અઢી લાખની પૈસાની જરૂર હોય તેના મિત્ર પીન્ટુ સોરેનને વાત કરતા તેઓ બંને જણા ઉમરગામ ગાંધીવાડી વલ્લભ સોસાયટીમાં એસઆરકે એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં ગયા હતા. આ ઓફિસમાં રાજકુમાર ઉર્ફે કુંદન ઉર્ફે વજીદ શાહુ નામના વ્યક્તિએ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ માંગતા પાનકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબુક અને ચેકો ઉપર સહી કરી જરૂરી કાગળો અને નવું સીમકાર્ડ ખરીદી આપી દીધું હતું.

  • જાણ બહાર જુદી જુદી ફાઈનાન્સ કંપની અને બેંકોમાંથી લોન મેળવી હતી
  • ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી લોન મેળવી ચેકથી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો

જાણ બહાર જુદી જુદી ફાઈનાન્સ કંપની અને બેંકોમાંથી લોન મેળવી
તેમ છતાં લોન નહીં મળતા રાજકુમારે થોડા દિવસમાં લોન મળી જવાનું હતું. ત્યારબાદ તેઓને ડીએમઆઈ ફાઇનાન્સ લિમિટેડમાંથી ફોન આવ્યો હતો કે તમારા નામે લોન લેવાયેલી છે તેનો હપ્તો ભરાયો નથી, ત્યારબાદ તેઓએ ઉમરગામ bank of baroda માં બેંક સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું હતુ કે ડીએમઆઈ ફાઇનાન્સ લિમિટેડમાંથી રૂપિયા 2,50,000, યશ બેન્ક માંથી રૂપિયા 6,82,776 તથા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી રૂપિયા 4,90,949 ની મળી કુલ રૂપિયા 14,23,725 જાણ બહાર જુદી જુદી ફાઈનાન્સ કંપની અને બેંકોમાંથી લોન મેળવી હતી.

લોન મેળવી ચેકથી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો
ફરિયાદીના મિત્ર પીન્ટુ સોરેનના પણ ડોક્યુમેન્ટ મેળવી તેના નામે એચડીએફસી ફાઇનાન્સ લિમિટેડમાંથી રૂપિયા 2,41,748, યશ બેંકમાંથી રૂપિયા 4,87,155 તથા એક્સિસ ફાઇનાન્સ બેન્કમાંથી રૂપિયા 2,93,334 મળી કુલ રૂપિયા 10,22,237 જાણ બહાર ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી લોન મેળવી ચેકથી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. રાજકુમારે ઘણા લોકોને લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ અને ચેક મેળવી લોન લઈ વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરી ઓફિસ બંધ કરી નાસી ગયો છે. આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top