Sports

હાર્દિકનો બેકઅપ તૈયાર કરવા રાજ અંગદ બાવાનો ભારત-એ ટીમમાં સમાવેશ

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ-એ (New Zealand) સામે 22 સપ્ટેમ્બરથી રમાનારી ત્રણ મેચની વન ડે સીરિઝ માટે સંજૂ સેમસનની કેપ્ટનશિપ હેઠળ ભારત-એ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અંડર-19 વર્લ્ડકપ 2022માં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર રાજ અંગદ બાવાને ટીમમાં સ્થાન મળ્યું છે. ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ રાજ બાવાને ભારત-એમાં સ્થાન આપીને એક અલગ ટ્રેક ઉભો કરવાનું નક્કી કરી લીધું છે. હાર્દિક ફોર્મમાં પાછો ફર્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયા જેટલુ ક્રિકેટ રમે છે તેની સાથે ટીમ મેનેજમેન્ટને દરેક ખેલાડીના વર્કલોડને મેનેજ કરવાનું પણ કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે બાવાને આ કારણોસર ટીમમાં સમાવાયો છે કે જેથી તે આગામી સમયમાં હાર્દિકના રિપ્લેસમેન્ટ તરીકે રમી શકે. બાવાને ટીમમાં રમવા માટે કેટલું મળે છે અને તે અનુભવી ખેલાડીઓ પાસેથી કેટલું શીખે છે તે હવે સમય જ કહેશે.

ટીમ ઈન્ડિયામાં ઝડપી બોલીંગ ઓલરાઉન્ડરનો અભાવ લાંબા સમયથી છે. હાર્દિક પંડ્યાએ એ ખાલી જગ્યા ભરી તો છે પરંતુ જ્યારે તે ઈજા અને સર્જરીથી પરેશાન હતો, ત્યારે ભારતે તેના સ્થાને વિજય શંકર અને શિવમ દુબે જેવા ખેલાડીઓને અજમાવ્યા. આ બંને એ ભૂમિકામાં ફ્લોપ સાબિત થયા હતા. ત્યારપછી શાર્દુલ ઠાકુરને પણ અજમાવાયો પરંતું તે પણ એટલો સફળ થયો નથી.

T-20 વર્લ્ડ કપ માટે શ્રીલંકન ટીમ જાહેર, ચંદીમલ સહિત 5 ખેલાડી સ્ટેન્ડબાય
કોલંબો : ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે શ્રીલંકા ક્રિકેટે પોતાની ટીમની જાહેરાત કરી છે. જેમાં તાજેતરમાં એશિયા કપ જીતનાર ટીમના ખેલાડીઓ પર પસંદગીકારોએ વિશ્વાસ મૂક્યો છે. શુક્રવારે દાસૂન શનાકાની કેપ્ટનશિપ હેઠળ 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે દિનેશ ચંદીમલ સહિતના 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.

  • શ્રીલંકન પસંદગીકારોએ ટી-20 વર્લ્ડકપની ટીમ માટે એશિયા કપના ચેમ્પિયન ખેલાડીઓ પર જ વિશ્વાસ મૂક્યો
  • દૂષ્મંતા ચમીરા અને લાહિરૂ કુમારા ઘાયલ હોવા છતાં ટીમમાં સામેલ કર્યા, ફિટ થશે તો જ બંને ખેલાડી રમશે

બે ઘાયલ ખેલાડીઓ દુષ્મંતા ચમીરા અને લાહિરુ કુમારાને ટીમમાં સામેલ તો કરાયા છે પણ તેઓ ફિટનેસ થશે તો જ તેમને લઇ જવામાં આવશે. આ બંને ટૂર્નામેન્ટ શરૂ થતાં સુધીમાં ફિટ થઈ જશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
શ્રીલંકાની ટીમને ટી-20 વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી નથી. મુખ્ય સ્પર્ધામાં પહોંચવા માટે, ટીમે પ્રથમ ક્વોલિફાયરમાં આગળ વધવું પડશે. ટીમને નામિબિયા, નેધરલેન્ડ અને યુએઈ સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. ટીમ તેની પ્રથમ મેચ 16 ઓક્ટોબરે નામિબિયા સામે રમશે.

ટી-20 વર્લ્ડ કપ માટેની શ્રીલંકાની ટીમ : દાસુન શનાકા (કેપ્ટન), ધનુષ્કા ગુણાતિલકા, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ચરિત અસલંકા, ભનુકા રાજપક્ષે (વિકેટકીપર), ધનંજય ડી સિલ્વા, વનિન્દુ હસરંગા, મહિશ તિક્શાના , જેફ્રી વાન્ડેરસે, ચમિકા કરુણારત્ને, દુષ્મંતા ચમિરા (ફિટનેસ પર નજર), લાહિરૂ કુમારા (ફિટનેસ પર નજર), દિલશાન મધુશંકા, પ્રમોદ મદુષન

સ્ટેન બાય
અશેન બંદારા, પ્રવીણ જયવિક્રમા, દિનેશ ચંદીમલ, બિનુરા ફર્નાન્ડો, નુવાનિદુ ફર્નાન્ડો

Most Popular

To Top