ચાણક્યના મુખે ભલે આ વાક્ય મુકાયું હોય કે, “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ.” પરંતુ અત્યારે સૌથી વધુ દયનીય સ્થિતિ કોઈની હોય તો તે શિક્ષકોની છે. જે દેશ શિક્ષક અને સૈનિકને ગૌરવભેર નથી જાળવી શકતો એ દેશ ક્યારેય ઊંચે નથી આવી શકતો. શિક્ષક દેશને શિક્ષિત કરે છે તો સૈનિક દેશને સુરક્ષિત કરે છે. થોડાક વખત પર જ શિક્ષકોને SIR ની કામગીરી સોંપવામાં આવી હતી, ત્યારબાદ તરત જ સ્થાનિક ચૂંટણીમાં શિક્ષકોને જોતરવામાં આવ્યાં. હજુ ચૂંટણી પતી જ છે ત્યાં તરત વસ્તી ગણતરીની ફાઈલો શિક્ષકોને પકડાવી દેવામાં આવી. હજુ તો શિક્ષકો એક કામગીરી માંથી શ્વાસ લે ત્યાં તો તરત જ બીજું કામ સોંપી દેવામાં આવતું હોય છે.
દેશમાં લાખો શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફાં મારી રહ્યાં છે, તો બીજી બાજુ શિક્ષકો પાસે બિનશૈક્ષણિક કાર્યો કરાવીને શિક્ષકો માથે વધું વર્કલોડ નાંખી લોહી ચૂસી રહ્યા છે. એક તરફ બધા જ સરકારી ખાતાઓમાં સ્ટાફનો અભાવ વર્તાઈ રહ્યો છે. બેરોજગારોને કામ આપીને દેશનો વહીવટ સુચારુ ન બનાવી શકાય? સરકાર શું ફક્ત ચૂંટણી લડવા માટે જ હોય છે કે “શાસન” કરવા માટે પણ હોય છે?
સુરત -પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.