Columns

છેલ્લા એક હજાર પાના

એક ૭૮ વર્ષના બિઝનેસમેનને અવોર્ડ મળ્યો..અવોર્ડ બાદ પત્રકારે પૂછ્યું, ‘સર , તમે આ ઉંમરે આટલા એક્ટીવ છો …તમારા અવોર્ડ ફન્કશનમાં તમારા ઘરના બધા સભ્યો અને મિત્રો હાજર છે તમે સ્પીચમાં કહ્યું તેમ તમે કામ કરો છો અને સાથે સાથે પરિવાર સાથે પણ સમય વિતાવી આનંદ આપો છો અને મેળવો છો તો આ બધું તમે કેવી રીતે બેલેન્સ કરો છો??’બિઝનેસમેને જવાબ આપ્યો, ‘દોસ્ત મને પણ આ બેલેન્સીંગ ઘણું મોડું થયા પછી આવડ્યું છે.યુવાન થયો અને બિઝનેસણી શરૂઆત કરી ત્યારથી હું આંખ મીંચીને કામ અને પૈસાની પાછળ જ દોડતો.ઘણી સંપત્તી ભેગી થી છતાં હજી વધુ મેળવવા દોડતો જ હતો.

પરિવાર ,મિત્રો,સ્વજનો ,શોખ આ બધું કઈ જ મહત્વનું ન હતું.મારી પોતાની ૫૦ મી બર્થ ડે પાર્ટીમાં હું પહોંચ્યો જ ન હતો.ત્યારે બધાને બહુ દુઃખ પહોંચાડ્યું…છતાં સુધર્યો નહિ ૫૫ વર્ષ સુધી દોડતો જ રહ્યો પછી એક દિવસ સમજણ આવી કે જો મિત્રો સ્વજનો અને પરિવારજનો જ મારાથી ખુશ નહિ હોય તો આ સંપત્તી શું કામની?? તે દિવસથી મેં અઠવાડિયામાં એક દિવસ પરિવાર સાથે મોજ મસ્તીમાં જ વીતાવવાનું નક્કી કર્યું અને આ નક્કી કરેલ નિયમ તૂટે નહિ તે માટે પારિવારિક સબંધો મજબુત બનાવવા માટે મેં એક હજાર પાનાની ડાયરી બનાવી….તેને કારણે જ મારા બધા સબંધો મજબુત બન્યા.’પત્રકારે પૂછ્યું,

‘હાજર પાનાની ડાયરી !!! અને ડાયરી સબંધો મજબુત કઈ રીતે કરે??’બિઝનેસમેન હસ્યા અને બોલ્યા, ‘ત્યારે હું ૫૫ વર્ષનો હતો અને સરેરાશ જીવન ૭૫ વર્ષનું ગણીએ તો મારી પાસે લગભગ ૧૦૦૦ અઠવાડિયા બચ્યા હતા એટલે મેં હજાર પાનાની ડાયરી લીધી અને તેના ઉપર લખ્યું ‘છેલ્લા ૧૦૦૦ પાના.’અને પછી હું દર અઠવાડીએ એક પાના પર આ અઠવાડીએ કયા સબંધો મજબુત કરીશ ..પરિવાર સાથે કઈ રીતે સમય વીતાવીશ તે લખતો અને તે પ્રમાણે મોજ મસ્તી કર્યા બાદ તે પાનું ફાડીને ફેંકી દેતો.

જેમ જેમ ડાયરીના પાન ઓછા થવા લાગ્યા તેમતેમ હું વધુ સજાગ બની પરિવાર અને પોતીકોને વધુ ને વધુ સમય અને પ્રેમ આપવા લાગ્યો….આજે તો હું ૭૮ વર્ષનો છું …મારી ડાયરી તો ત્રણ વર્ષ પહેલા જ પૂરી થી ગઈ હતી અને હવે તો હું એક એક દિવસનું એક પાનું લખી બધા સાથે બોનસ આનંદ માણી રહયો છું.અને હું બધાને અપીલ કરું છું કે આવી પરિવાર પ્રેમની ડાયરી અચૂક રાખો અને છેલ્લા હજાર અઠવાડિયાની રાહ ન જુઓ આજથી જ જીવનનો સાચો આનંદ માત્ર કમાયેલા પૈસામાં નહિ પણ વહેંચેલા પ્રેમમાં છે તે સમજી લો.’અનુભવી બિઝનેસમેને બહુ જ સુંદર વાત સમજાવી.

Most Popular

To Top