દર વર્ષ વિશ્વ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે છે ત્યારે આપણે પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર ફોટોશોપ ન બની રહેતા દિલથી પર્યાવરણની જાળવણી કરીએ, જે પ્રકૃતિપૂજક દેશમાં વૃક્ષનું પૂજન થતું હોય ત્યારે આજે ઝાડનું નિકંદન કાઢવા માટેનું પાપ કરીએ છીએ ત્યારે આપણે વૃક્ષ રોપીએ અને એ ઝાડનું જતન કરીને મોટુ વટવૃક્ષ થાય તેની કાળજી લઈએ,સાથે બીનજરુરી એકપણ ઝાડ ના કપાય તે પણ જરુરી છે,બાકી જંગલો કપાઈ રહ્યા છે અને સિમેન્ટ કોંક્રીટના જંગલો ઉભા થઈ રહ્યા છે,તેમાંય શહેરોની સોસાયટીમાં લોકો બેફામ ઝાડ કાપી રહ્યા છે.
શહેરની સાથે આપણા ગામડાઓમાં પણ વૃક્ષના દુશ્મન બની ગયા છીએ જે પહેલા દરેક ગામના પાદરમાં,શેરીઓમાં ઘણાં વૃક્ષ જોવા મળતા જે હાલમાં ગાયબ થઈ ગયા છે સાથે સરકારી તંત્ર પણ ઝાડ કપાતા અટકાવવામાં નિષ્ફળ છે સાથે દર વર્ષે આપણે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરીએ છીએ પણ આ રોપેલા ઝાડ કેટલા ઉછરે છે તે એક સવાલ છે! અને ઝાડને બાથ ભરીને ફોટા પડાવવાથી પર્યાવરણ બચતુ નથી,તેવી જ રીતે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીએ સાથે બીનજરુરી પાણીનો બગાડ ના કરીએ,અને સૌથી મોટો પર્યાવરણ પડકાર ઉદ્યોગ કેમિકલ યુક્ત દુષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જમીનમાં ઉતરતા ભવિષ્યમાં પાણી ઝેર બની જશે તેની આજે ખાસ ચિંતા હોય તેવું દેખાતુ નથી જે ગંભીર પરિણામ આવશે અને આપણા દેશના મોટા ભાગના ઉદ્યોગો ફળદ્રુપ જમીન પર સ્થાપિત થયા છે જે આપણી દુરંદેશી ના અભાવ છે.
દાખલા તરીકે વડોદરાથી વાયા અંકલેશ્વર,સુરત થી વાપી સુધી મોટા ભાગના કેમિકલ ઉદ્યોગ જે ફળદ્રુપ જમીન ઉપર સ્થાપવામાં આવ્યા છે તે ખરેખર દરિયા કાંઠે હોવા જોઈએ જેથી ફળદ્રુપ જમીન બચે સાથે દરિયા કાંઠાનું પાણી ખારુ હોવાથી જળ પ્રદુષણથી બચી શકાય પણ આવું વિચારે કોણ?અને છેલ્લે જંગલોને બચાવવા માટે પ્લાસ્ટિકની શોધ થઈ તેનો બેજવાબદારી ભર્યો ઉપયોગ પર્યાવરણ માટે મોટો ખતરો ઉભો થયો છે જેનદીઓ, જમીન, પશુપક્ષીઓ, જીવજંતુઓ સાથે માનવજીવન માટે પ્લાસ્ટિક વેસ્ટ ઘાતક બની ગયું છે તેને માત્ર સરકાર જ નહીં પણ દરેક જન જાગૃત થાય તો જ બચી શકાશે.
સુરત – મનસુખ ટી.વાનાણી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
