Charchapatra

ટ્રાફિકની સમસ્યા અને સમાધાન

હવે લાગે છે કે ટ્રાફિક સિગ્નલનો લગભગ ૯૫% સુરતીઓ અમલ કરે છે. આમ છતાં અન્ય રીતે નિયમોનું પાલન નથી થતું. જેમકે – ચાર રસ્તા પર ડાબી તરફ જતાં વાહનો માટે માર્ગ ખુલ્લો રાખવો. લાલ લાઈટ થયા પછી પણ કેટલાક ઉતાવળીયાઓ પોતાનું વાહન અટકાવતાં નથી, આથી અકસ્માત નો સતત ભય રહે છે. ઝડપની મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન હંકારનારાઓ માટે આધુનિક કેમેરા આવી ગયા છે. જે અમુક રસ્તા ઉપર જ કામ ના છે.સૌથી વધુ ભય અને ત્રાસ મોબાઇલ ઉપર વાતો કરનારા નો છે, એમને બરાબર પાઠ  ભણાવવાની જરૂર છે. ઓછામાં ઓછા કેસ કદાચ, રોગસાઈડ ઉપર વાહન ચલાવનારાની સામે થતાં હશે.  ઉપરોક્ત બે મુદા્ ઉપર કડક અમલ થશે તો અકસ્માત જરૂર ઘટશે ઉપરાંત દંડ ની રકમ થી તિજોરી પણ ભરાશે. અગાઉ પણ આ વિભાગ માં લખ્યું હતું કે ઘણું ખરૂ ટ્રાફિક બ્રીગેડના યુવાનો ચાર રસ્તા ઉપર ટોળે વળી વાતો કરતાં અથવા મોબાઇલ મા મશગુલ હોય. નવાઈની વાત એ છે કે સી.સી.ટીવીમાં એમના સાહેબોને નહીં દેખાતું હશે? 
સુરત     – ભુપેન્દ્ર રાયજી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top