ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું નિધન

ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે.

ન્યુઝીલેન્ડ વતી 6 ટેસ્ટ અને 8 વન ડે રમનારા બિગ હિટર વિકેટકીપર બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. તેમની પ્રાંતિય ટીમ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ પ્રોવિન્સે સોમવારે તેમના નિધનની પુષ્ટિ કરી હતી. એડવર્ડસે 1974થી 1985 દરમિયાન આ પ્રાંતિય ટીમ વતી 67 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેઓ પોતાની વિસ્ફોટક બેટિંગ સ્ટાઇલ માટે જાણીતા હતા અને ટેસ્ટમાં પણ તેમની બેટિંગ સ્ટાઇલ હાલના ટી-20 જેવી હતી.

Related Posts