SURAT

સુરતના સરથાણામાં લોકોએ ભેગા મળી આખે આખું પોલીસ સ્ટેશન જ ખસેડાવી દીધું

સુરત: (Surat) સરથાણા પોલીસ સ્ટેશન (Police Station) માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા અગાઉ વરાછા ઝોન-બીમાં ટી.પી 22 નિલકંઠ હાઈટસ પાસે જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ પોલીસ વિભાગ તેમજ સ્થાનિક લોકોની રજૂઆત હતી કે, આ જગ્યા પર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે તો ટ્રાફિકની (Traffic) ઘણી સમસ્યા વકરશે. કારણ કે, આ જગ્યા નાના રોડથી અંદર જતી હતી અને તેને કારણે આવ-જાવ કરનાર લોકોને પણ સમસ્યા થાય તેમ હોય, જગ્યા બદલી આપવાની માંગ ઉઠી હતી. જેને પગલે સુરત મનપા દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન માટે નવી જગ્યાની ફાળવણી કરતી દરખાસ્તને સ્થાયી સમિતિમાં મંજૂરી આપી હતી.

અગાઉ સરથાણા પોલીસ સ્ટેશન માટે સુરત મનપા દ્વારા વરાછા ઝોન-બીમાં ટી.પી 22, ફાયનલ પ્લોટ નં. 74 નિલકંઠ હાઈટ્સ પાસે કુલ 1436 ચો.મી જગ્યા આપવામાં આવી હતી પરંતુ રજૂઆતોને પગલે હવે ટી.પી 21, ફાયનલ પ્લોટ નં. 138 વ્રજચોક પાસેની 2030 ચો.મી. જગ્યા પોલીસ વિભાગને આપવામાં આવી છે.

સુરત-ડુમસ રોડ પર અકસ્માત નિવારવા બીઆરટીએસ ગ્રીલમાં કર્બિંગ લગાવવા રજૂઆત
સુરત: સુરત-ડુમસ રોડ પર અવાર નવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે તો ઘણીવાર કાર પલટી જવાની ઘટના બનતી હોય છે. આ અંગે સ્થાયી સમિતિ સભ્ય વ્રજેશ ઉનડકટે ચેરમેનને રજૂઆત કરી હતી કે, સુરત-ડુમસ ગૌરવ પથ રોડ પર એસવીએનઆઈટી સર્કલથી રાહુરાજ મોલ સુધી બીઆરટીએસની ગ્રીલમાં ગાર્ડ સ્ટોન લગાવવામાં આવ્યા છે. જેના કારણે ગ્રીલમાં ગેપિંગ છે અને આ ગેપિંગમાં કાર કે ટુ-વ્હીલના ટાયર ફસાઈ જતા હોય છે અને તેને કારણે આ રોડ પર અકસ્માતોની ઘટના બની રહી છે.

  • બીઆરટીએસની ગ્રીલમાં ગાર્ડ સ્ટોન લગાવેલા હોવાથી ગેપિંગ છે, જેમાં કાર કે ટુ-વ્હીલના ટાયર ફસાઈ જતાં અકસ્માત સર્જાય છે
  • કર્બિંગમાં ગેપ હતો નથી, ગ્રીલ સળંગ હોય છે જેથી તેમાં ટાયર ફસાવાની શક્યતા નહીંવત હોય છે: સ્થાયી સમિતિ સભ્યની ચેરમેનને રજૂઆત

અકસ્માતોના કારણે ઘણી જગ્યાએ ગાર્ડ સ્ટોન નીકળી પણ ગયા છે. મોટા ભાગના કિસ્સાઓમાં આવું થયું છે. મનપા દ્વારા બીઆરટીએસ ગ્રીલમાં ઘણી જગ્યાએ ગાર્ડ સ્ટોન લગાવાયા છે. તો ઘણા વિસ્તારોમાં કર્બિંગ (સળંગ સ્ટોન, ગેપ વગર) લગાવાયા છે જેમાં ગ્રીલમાં ગેપ હોતો નથી, ગ્રીલ સળંગ હોય છે જેથી તેમાં ટાયર ફસાવાની શક્યતા નહીવત હોય છે. જેથી હાલ સુરત એરપોર્ટથી આ સી.સી રોડના રિપેરીંગની કામગીરી ચાલી જ રહી છે તો તેની સાથે સાથે બીઆરટીએસના ગ્રીલના ફિટિંગ પણ બદલી નાંખવામાં આવે કે જેથી આ અકસ્માતો પણ નિવારી શકાય તે રીતની રજૂઆત સ્થાયી સમિતિના સભ્ય વ્રજેશ ઉનડકટ દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top