SURAT

પુત્રને મારી નાંખવાની ધમકી આપી કતારગામના યુવકે ઓલપાડની પરિણીતા સાથે કર્યું આ કામ

સાયણ: (Sayan) કતારગામના એક શખ્સે ઓલપાડ (Olpad) ટાઉનમાં રહેતી એક સૌરાષ્ટ્રીયન પરિણીતાનો વારંવાર પીછો કરી તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ મામલે ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક સૌરાષ્ટ્રીયન પરિણીત મહિલા ઓલપાડ ટાઉનની એક સોસાયટીમાં રહી ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. આ પરિણીતાનો સંપર્ક સુરત શહેરના (Surat City) કતારગામ વિસ્તારમાં આવેલા મગનનગરમાં રહેતા સૌરાષ્ટ્રીયન શખ્સ વિનોદ નટુ કળસરીયા‌ સાથે ઓલપાડમાં થયો હતો. આ શખ્સ ભોગ બનનાર મહિલા ના પાડવા છતાં તેનો પીછો કરી તેણીના ઘરે આવી ચેનચાળાં અને ઈશારો કરતો હતો.

  • ઓલપાડમાં પુત્રને મારી નાંખવાની ધમકી આપી સૌરાષ્ટ્રીયન પરિણીતા ઉપર બળાત્કાર
  • પરિણીતાને બદનામ કરવાની ધમકી આપી કતારગામના શખ્સે દુષ્કર્મ આચર્યુ

બાદ આ શખ્સે પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી તેની ઈચ્છા ન હોવા છતાં અવારનવાર મોબાઈલ ઉપર વાતચીત કરતો હતો. ગત તા.૧૭/૯/૨૦૨૨થી તા.૧૩/૦૨/૨૦૨૩ દરમિયાન મહિલા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે ઘરે આવી તેના પુત્રને મારી નાંખવા ઉપરાંત તેણીને બદનામ કરવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી મહિલા ત્રાસી જતાં તેણે ગત તા.૨૧મીએ મોડી રાત્રે ઓલપાડ પોલીસમથકમાં વિનોદ કળસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડોસવાડા ડેમ ખાતે ફરવા આવેલા સુરતના યુવકનો મોબાઇલ ચોરાયો
વ્યારા: સુરતના પુણા ગામથી પોતાનાં પરિવાર સાથે તા.૧૯/૦૨/૨૦૨૩ના રોજ સોનગઢના ડોસવાડા ડેમ ફરવા આવેલા ક્રિષ્ના કિશનકુમાર ચાચાપરા (ઉં.વ.૨૬) (રહે.,ડી-૩૦૩, સાવન પ્લાઝા, યોગી ચોક નજીક, સુરત)નું પર્સ સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામાં ચોરાઈ ગયું હતું. આ પર્સમાં તેનો મોબાઇલ ફોન કિં.રૂ.૨૦ હજાર તથા તેની સાથે કવરમાં મૂકેલા આશરે રૂ.૭૦૦ ચોર ચોરી કરી જતાં આ અંગેની સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત તા.૧૯/૦૨/૨૦૨૩ના રોજ સાંજે સાડા ચારેક વાગ્યાના સુમારે કાર નં.(GJ 19 M 4111) લઈ ડોસવાડા ડેમ ઉપર ફરવા માટે આવ્યા હતા. એ વખતે ત્યાં બીજા પણ સહેલાણીઓ આવેલા હતા. ડોસવાડા ડેમ ઉપર તેઓ પરિવાર સાથે બેન્ચ ઉપર આશરે અડધો કલાક બેઠા હતા. અને બાદમાં ફોટા પાડવા જતા હોવાથી પોતાનો મોબાઇલ ફોન તેના પર્સમાં મૂકી તેને બેન્ચ ઉપર મૂકી દીધો હતો. આશરે વીસેક મિનિટ બાદ ફોટા પાડી પરત બેન્ચ પાસે આવ્યા ત્યારે તેનો મોબાઇલ ફોન ગાયબ હતો.

Most Popular

To Top