Dakshin Gujarat

કામરેજમાં 73 AA જમીન પર બાંધી દેવાયેલા 20થી વધુ તબેલા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયા

કામરેજ: (Kamrej) કામરેજમાં લધારી સમાજના લોકોએ તબેલા (Crib) બાંધી ગેરકાયદે કબજો કરી લેતાં કામરેજ મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે 20થી વધુ તબેલાનાં દબાણો (Encroachment) દૂર કરી જમીનના મૂળ માલિકને કબજો સુપરત કરવાની કામગીરી હાથ ધરી હતી.

  • કામરેજમાં 73 એએ જમીન પર બાંધી દેવાયેલા 20થી વધુ તબેલા દૂર કરાયા
  • વર્ષ-2018માં કામરેજ પ્રાંતે 73 એએના ભંગ બદલ રૂ.1.71 કરોડનો દંડ કર્યો હતો

કામરેજથી કોળી ભરથાણા જતાં રોડની પાસે આવેલા બ્લોક નં.215વાળી 73 એએવાળી જમીન ભીખુ ભગુ રાઠોડના સંયુક્ત નામે ચાલી આવેલી છે. આ જમીન 73 એએ હોવા છતાં પણ કેટલાક ઈસમો દ્વારા પરવાનગી મેળવ્યા વિના ગેરકાયદે પ્લોટો પાડી તબેલાનું બાંધકામ કરી ભરત કમા જોગરાણા, ભગુ ઉકા, કાળુ રૂપા, બીજલ વજુ જોગરાણાએ 73 એએની જોગવાઈ ભંગ કરતાં કામરેજ પ્રાંતે તમામ સામે નોટિસો કાઢી ગેરકાયદે દબાણો દૂર કરવા માટે ફરમાન કર્યું હતું.

છતાં પણ દબાણો દૂર ન કરતાં આખરે બુધવારે કામરેજ મામલતદાર રશ્મીન ઠાકોર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી જે.સી.બી. મશીન દ્વારા કરતાં થોડો સમય માલધારીઓ સાથે ઘર્ષણ બાદ સાંજ સુધી 20થી વધુ તબેલાને સ્વેચ્છિક ખાલી કરવામાં આવ્યા હતા. આ જમીન આવનારા દિવસોમાં જમીનના મૂળ માલિકને સોંપવામાં આવશે. વધુમાં કામરેજ પ્રાંત દ્વારા વર્ષ-2018માં ગેરકાયદે તબેલા બનાવનાર ભરત કમા, ભનુ ઉકા, કાળુ રૂપા, બીજલ વજુ જોગરાણાને 73 એએના ભંગ બદલ રૂ. 1,71,24,750નો દંડ પણ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

જોળવામાં માલની ડીલેવરી કરવા આવેલ કન્ટેનર ચાલક ને કરંટ લાગતા મોત
પલસાણા: જોળવમાં માલની ડીલીવરી માટે આવેલા કન્ટેનર ડ્રાઇવર રાત્રી દરમિયાન કન્ટેનરનો દરવાજો ખોલતા નજીક માંથી પસાર થતા વિજવાયરનીને અડી જતા કરંટ લાગતા ડ્રાઇવરનું મોત નીપજ્યું હતુ.મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના જોળવા ગામે એપરલ ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગત 20 ફેબ્યુઅરીના રાતે 9 વાગ્યાના અરસામાં માલની ડિલિવરી માટે કન્ટેનર( KA 63 6394) ના ચાલક મોહમદ આશિફ રાજાસાબહુલર (27) (રહે. હલાકેરી તાં.રોના જી.ગર્દબ કર્ણાટક ) કન્ટેનરનો પાછળનો ડાબો દરવાજો ખોલવા જતા દરવાજો કન્ટેનરની બાજુમાં રહેલાDGVCL નો DO માં સ્ટક્ચરમાં અડી જતા ચાલકને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો ચાલકને સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે ડ્રાઇવરને મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Most Popular

To Top