Dakshin Gujarat Main

પોઈચાથી અસ્થિ વિસર્જન કરી ઘરે જતાં પરિવારની કારને સ્કૂલ બસે ટક્કર મારી

કામરેજ: વલથાણ પાટિયા પાસે નેશનલ હાઈવે (Highway) ક્રોસ (Cross) કરતી સ્કૂલ બસના (School Bus) ચાલકે મારુતિ અર્ટિગા કારની (Car) ક્લીનર તરફ ટક્કર મારતાં કારમાં સવાર વૃદ્ધાનું મોત (Death) થયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય પાંચને ઈજા થતાં સુરતની (Surat) ખાનગી હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સુરતના ગભેણી ગામે ટેકરા ફળિયામાં ડાહ્યા નરસિંહ ખલાસી રહે છે. ગામમાં જ રહેતી પુત્રી ડિમ્પલની પુત્રી મહિમાની અસ્થિ વિસર્જન કરવા માટે નર્મદા જિલ્લાના પોઈચા ખાતે જવાનું હોવાથી પોતાની મારુતિ અર્ટિગા કાર નં.(જીજે 05 આરઈ 9770) લઈને પુત્ર જયેશ, પૌત્રી નિવૃતિ અને શ્રુતિ, પૌત્ર સુજ્ઞેય, પત્ની સવિતા ખલાસીને લઈ પૌત્ર સુજ્ઞેય કાર ચલાવી પરિવારને સવારે 7 કલાકે લઈ ગયો હતો. અસ્થિ વિસર્જન કરીને પરિવાર પરત ઘરે ફરતાં કામરેજના વલથાણ ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર બપોરે 2 કલાકે ક્રોસિંગમાં કારને ક્લીનર તરફથી હાઈવે ક્રોસ કરતી ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલની બસ નં.(જીજે 05 બીએક્સ 9255)ના ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં કારમાં બેસેલાં સવિતાબેનને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ઈસમોને પણ ઈજા થતાં સારવાર ચલથાણ સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જે અંગે મરનાર સવિતાબેનના પુત્ર પ્રમોદ ખલાસીએ બસચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચની નવી નગરીમાં કંપનીના હેલ્પર સહિત ૩ને ચાર જણાએ માર મારતાં પોલીસ ફરિયાદ
ભરૂચ: ભરૂચની નવી નગરીમાં કંપનીમાં કોન્ટ્રાક્ટ હેલ્પર તરીકે કામ કરનાર યુવક સાથે ફળિયાના ચાર જણાએ અગાઉની અદાવત રાખીને માથામાં લોખંડનો પંચ ઈજા કરી હતી. આ તકરારમાં યુવકનો સગો ભાઈ તેમજ માસીયાઈ ભાઈ દોડી આવતાં તેઓને પણ માર માર્યો હતો.
ભરૂચના ત્રણકૂવા નવી નગરીમાં રહેતા ૨૧ વર્ષીય ગણેશ દશરથ વસાવા દહેજની ફાર્મનીક કંપનીમાં હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. તા.૩૧/૩/૨૦૨૨ના રોજ રાત્રે તેના મિત્ર તેમજ તેનો ભાઈ વિશાલ વસાવા ફાટક પાસે બેઠા હતા. એ વખતે ફળિયાનો કરણ મહેશ વસાવાએ અગાઉની બોલાચાલીની રીસ રાખીને ગણેશ વસાવા સાથે ઝઘડો કર્યો હતો. આ તકરારમાં કરણ વસાવાએ હાથમાં પહેરેલું લોખંડનું પંચ ગણેશ વસાવાને મારી દેતાં લોહી નીકળ્યું હતું. આ તકરારમાં તેમની માસીના દીકરા રાજવીર વસાવા અને ભાઈ વિશાલ વસાવાને અરવિંદ વસાવા, અજય નવીન વસાવા અને મનીષ રમેશ વસાવાએ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત ગણેશ વસાવાને લોહી વધુ નીકળતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ગણેશ વસાવાએ ફરિયાદ આપતાં બી-ડિવિઝનમાં પોલીસ ચાર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top