Surat Main

સુરત મનપાના વોર્ડ નં. 4ના કોર્પોરેટર કુંદન કોઠિયાની બે મહિના બાદ ઘરવાપસી

બે મહિના પહેલાં ભાજપનો ખેસ પહેરનાર કુંદન કોઠિયાએ ફરી આપનું ઝાડૂં પકડી લીધું

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (SMC) વોર્ડ નં. 4ના કોર્પોરેટર (Corporator) કુંદન કોઠિયાએ (Kundan Kothiya) બે મહિનાના ટૂંકા ગાળામાં ઘરવાપસી કરી છે. આજે શુક્રવારે કોઠિયાએ ભાજપનું કમળ છોડી ફરી હાથમાં આપનું ઝાડું પકડી લીધું હતું. ભાજપમાં નાના માણસોના, સામાન્ય પ્રજાના કામ કરવાની સ્વતંત્રતા નહીં હોવાનું કારણ કોઠિયાએ જણાવ્યું હતું.

દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા દેશભરના આપના કાર્યકરોમાં ફરી એકવાર ઉર્જાનો સંચાર થયો છે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આપના જૂના સાથીદારો ફરી એકવાર આપમાં જોડાવા લાગ્યા છે. આજે આવું સુરતમાં બન્યું. સુરત મનપાના વોર્ડ નં. 4ના કોર્પોરેટર કુંદન કોઠિયા બે મહિના પહેલાં આપ છોડી ભાજપમાં જોડાયા હતા, તે આજે ફરી પોતીકા પક્ષ આપમાં પરત ફર્યા છે.

વાવલીયા ઓડિયો ક્લીપ વિવાદને લીધે પક્ષ છોડ્યો હતો: કોઠિયા
બે મહિના પહેલાં કોર્પોરેટર કુંદન કોઠિયા વાવલીયા ઓડિયો ક્લીપ વિવાદના લીધે ચર્ચામાં આવ્યા હતા. વાવલીયા અને કોઠિયાની વાતચીતની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. આજે પત્રકારો સામે સ્પષ્ટતા કરતા કોઠિયાએ કહ્યું કે, વાવલીયા ઓડિયો ક્લીપ વિવાદના લીધે આપ પાર્ટી છોડી હતી. પક્ષની વિચારસરણી સામે કોઈ વાંધો નહોતો. તે સમયે ભાજપે ઓડિયો ક્લીપ વિવાદના ઉકેલની બાંયધરી આપી હતી, પરંતુ પાછળથી ભાજપ દ્વારા કોઈ સાથ આપવામાં આવ્યો નહીં. વળી, તે ઓડિયો ક્લીપની કોન્ટ્રોવર્સી માટે આજે કોઠિયાએ ભાજપને જ જવાબદાર ઠેરવી હતી. વાવલીયાવાળો ઓડિયો ક્લીપ સાચી હતી પરંતુ તે એડીટ કરી ભાજપે વાયરલ કરી મને બદનામ કરીવાવલીયા ઓડિયો વિવાદમાં જે મિસઅંડરસ્ટેન્ડીંગ હતી તે દૂર થઈ એટલે આપમાં માફી માંગી પાછી આવી ગઈ છું.

પક્ષ બદલાતા કોઠિયાના સૂર પણ બદલાયા
બે મહિના ભાજપમાં પગફેરો કરી પરત આપમાં જોડાયેલા કોર્પોરેટર કુંદન કોઠિયાના હવે સૂર પણ બદલાઈ ગયા છે. હવે તેઓ ભાજપ પર દોષારોપણ કરવા લાગ્યા છે.આજે પત્રકારોને સંબોધતા કોઠિયાએ કહ્યું કે, ભાજપમાં સ્વતંત્રતા નથી. ઉપરથી આદેશ આવે કે તમારે આ કામ કરવાનું નથી. સત્યનો અવાજ દબાતો હોઈ મને ભાજપમાં ફાવ્યું નહીં. ભાજપમાં મોટાના ઈશારે કામ થાય, સામાન્ય પ્રજાનું કોઈ સાંભળતું નથી. બે મહિનાથી હું મારા વિસ્તારમાં પ્રજાને જવાબ પણ આપી શકતી નથી. કોઈ કામ થતાં નથી. ભાજપથી હેરાન અને હતાશ થઈ હું ફરી આપમાં આવી છું. બે મહિને મને કેદમાંથી મુક્તિ મળી.

Most Popular

To Top