SURAT

શ્રદ્ધાના 35 ટુકડા કરનાર આફતાબ સુરતના આ શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો

સુરત: દિલ્હીના શ્રદ્ધા વાલકર મર્ડર (Shradha Valkar Murder) કેસમાં સુરતનું કનેક્શન (Surat Connection) બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં આફતાબે (Aftab) ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ડ્રગ્સનો (Drugs) બંધાણી આફતાબ સુરતથી ડ્રગ્સ મંગાવતો હોવાની વિગતો સામે આવી છે. સુરતના ડ્રગ્સ પેડલર પાસેથી આફતાબ ડ્રગ્સ મંગાવતો હતો. આ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી લેવામાં આવી છે.

મુંબઈની શ્રદ્ધા વાલકર દિલ્હીમાં લિવ ઈન પાર્ટનર આફતાબ સાથે રહેતી હતી. આફતાબે તેની હત્યા કર્યા બાદ તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિઝમાં સાચવ્યા હતા. રોજ થોડા ટુકડા તે જંગલમાં ફેંકી આવતો હતો. આફતાબ પકડાયા બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આફતાબની પૂછપરછમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. આફતાબ ડ્રગ્સનો બંધાણી છે અને તે ડ્રગ્સ સુરતથી મંગાવતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. આફતાબે પોલીસને જણાવ્યું કે ફૈઝલ મૌમિન નામના સુરતના ડ્રગ્સ પેડલર પાસે તેથી ડ્રગ્સ મંગાવતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ પહેલાં જ ફૈઝલ મોમિનની ધરપકડ કરી લીધી હતી. રૂપિયા 4 કરોડના ડ્રગ્સ કેસમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. હવે પોલીસ ફૈઝલ મોમિનના ફોન રેકોર્ડ તપાસ કરી રહી છે. ફૈઝલ અને આફતાબના કનેકશન તપાસવામાં આવી રહ્યાં છે.

પોલીસને જંગલમાંથી મળેલા અવશેષોના ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયા
શ્રદ્ધા વાલ્કર મર્ડર કેસમાં જંગલમાંથી મળેલાં હાડકાંનો ડીએનએ શ્રદ્ધાના પિતા સાથે મેચ થઈ ગયો છે. આફતાબ અમીન પૂનાવાલાને શનિવારે 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પિતા વિકાસ વાલ્કરે માંગ કરી છે કે, હત્યાનું સંપૂર્ણ સત્ય જાણવા માટે આ મામલે CBI તપાસ કરવામાં આવે. આફતાબ સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. એમ કહેવાય છે કે આફતાબનાં માતા-પિતા તેની હરકતોથી સારી રીતે વાકેફ હતાં. તપાસ બાદ હત્યા કેસમાં તેનાં માતા-પિતાની શું ભૂમિકા છે તે પણ બહાર આવશે.

તિહાર જેલમાં આફતાબની દરેક ગતિવિધિની જાણકારી ટોચના અધિકારીઓને આપવામાં આવી રહી છે. આરોપી આફતાબને જેલના નિયમો મુજબ ભોજન અને અન્ય વસ્તુઓ આપવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જેલમાં આવ્યા બાદ આફતાબ એકદમ શાંત હતો. આફતાબને તિહાર જેલ (Tihad Jail) નંબર ચારમાં રાખવામાં આવ્યો છે. જેલના કર્મચારીઓ સેલની નજીક તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ આફતાબ પર 24 કલાક નજર રાખશે. આ સિવાય સેલ પર નજર રાખવા માટે આઠ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

પોલીસ એક-બે દિવસમાં આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવી શકે છે. પોલીગ્રાફ ટેસ્ટનું હાલ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જો પોલીગ્રાફ ટેસ્ટ બરાબર થશે તો વધુ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. દરમિયાન દિલ્હી પોલીસને રોહિણી સ્થિત FSLમાંથી ડીએનએ રિપોર્ટ મળ્યો છે. હાડકાં, વાળ અને લોહીના ડીએનએ મેચ થયા છે. આરોપી આફતાબના છતરપુર સ્થિત ફ્લેટની ટાઇલ્સ બાબતે પોલીસ એસએસએલમાં ગઈ હતી. ટાઇલ્સ પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા. તેનો ડીએનએ પણ શ્રદ્ધાના પિતા સાથે મેચ થયો છે.

આફતાબે આ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો
આફતાબે પોલીસને કે શ્રદ્ધા ઘણીવાર તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. 18 મેના રોજ ઝઘડા દરમિયાન તેણે શ્રદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ મૃતદેહને મોટા ચપ્પુથી ઘણા ટુકડા કરી દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેણે એવી પણ કબૂલાત કરી છે કે તે 18 દિવસ સુધી મૃતદેહના ટુકડાને અલગ-અલગ જગ્યાએ ફેંકતો રહ્યો હતો. મૃતદેહ રાખવા માટે તેણે એક મોટું ફ્રીજ રાખ્યું હતું.

શ્રદ્ધા મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી
26 વર્ષની શ્રદ્ધા વાલકર મુંબઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી. ત્યાં શ્રદ્ધા આફતાબ અમીનને મળી હતી. ત્યારબાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. જ્યારે પરિવારને આ સંબંધની જાણ થઈ તો તેઓએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ શ્રદ્ધા અને આફતાબે અચાનક મુંબઈ છોડી દીધું હતું. અને ત્યાર બાદ તેઓ મહેરૌલીના છતરપુર વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. પરંતુ આ દરમિયાન અચાનક જ શ્રદ્ધાનો ફોન બંધ આવવાવા લાગ્યો હતો. ત્યાર બાદ તેના પિતા તેને મળવા માટે તેના ઘરે પહોંચ્યા હતા. શ્રદ્ધા વાલકરના પિતાએ જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. 8 નવેમ્બરના રોજ જ્યારે તે છતરપુરમાં શ્રદ્ધાના ફ્લેટ પર પહોંચ્યો, જ્યાં તેમની દીકરી અને આફતાબ ભાડેથી રહે છે. પરંતુ તે ફ્લેટનો દરવાજો બંધ હોવાથી તેમણે મહેરૌલી પોલીસ સ્ટેશન પહોંચી એફઆઈઆર નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે આફતાબને પકડી લીધો હતો.

Most Popular

To Top