National

અભિનેતા શક્તિ કપૂરને સવારે ઉઠતા જ એવી ખબર મળી કે પગ નીચેથી જમીન સરકી ગઈ

બેંગ્લોર(Bangalore):બોલિવૂડ(Bollywood) અને ડ્રગ્સ(Drugs)નો હંમેશાથી ગાઢ સંબંધ(Relation) રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના કેસ(Drugs Case)માં બોલિવૂડના ઘણા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. હવે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor)ના ભાઈ(Brother) અને શક્તિ કપૂર(Shakti Kapoor)ના પુત્ર(Son) સિદ્ધાંત કપૂર(Siddhanth Kapoor)નું નામ ડ્રગ્સ કેસમાં ચર્ચામાં છે. સિદ્ધાંત પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. બેંગ્લોર પોલીસે તેની ધરપકડ(Arrest) કરી છે.

સિદ્ધાંત હોટલમાં પાર્ટી કરી રહ્યો હતો દરોડા બાદ શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરને બેંગલુરુમાં પોલીસે અટકાયતમાં લીધો છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. સિદ્ધાંતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માહિતી અનુસાર, સિદ્ધાંત કપૂરની સાથે અન્ય 6 લોકોના ડ્રગ્સ ટેસ્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ લોકો બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત એક હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો.

સિદ્ધાંત રવિવારે જ બેંગ્લોર પહોંચ્યો હતો
રવિવારે સિદ્ધાંત મુંબઈથી બેંગ્લોર જવા રવાના થયો હતો, જ્યાં આ મોડી રાતની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, સિદ્ધાંતના પરિવારના સભ્યોને પણ ખબર ન હતી કે તેઓ બેંગ્લોરમાં કઈ હોટલમાં રોકાયા છે. તેની ધરપકડ બાદ બેંગ્લોર પોલીસે પુષ્ટિ કરી છે કે તે અન્ય 6 લોકો સાથે ડ્રગ્સ લેતા પકડાયો છે. પૂર્વ વિભાગ, બેંગ્લોર શહેરના ડીસીપી ડો. ભીમાશંકર એસ. ગુલેડે કહ્યું હતું કે, “સિદ્ધાંતનો ડ્રગ્સ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તેને ઉલસૂર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.”

શક્તિ કપૂરે કહ્યું, મને ખબર નથી પડતી આ બધું શું થઇ રહ્યું છે
શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, “હું મુંબઈમાં છું અને શું થઈ રહ્યું છે તેની મને ખબર નથી. મને ન્યૂઝ ચેનલોથી આ વિશે ખબર પડી. જ્યાં સુધી મને ખબર છે, સિદ્ધાંતની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી નથી.” શક્તિએ વધુમાં ઉમેર્યું, “તે ડીજે (ડિસ્કો જોકી) છે અને પાર્ટીઓમાં જતો રહે છે. તેથી જ તે બેંગલુરુ પણ ગયો હતો. હું જલ્દી જ મારા પુત્ર સાથે વાત કરીશ અને તમામ વિગતો મેળવીશ. પણ મને ખબર છે કે તે યોગ્ય ન હોઈ શકે. “

શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી
2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન બોલિવૂડમાં ડ્રગ્સનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ કેસમાં શક્તિ કપૂરની પુત્રી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસ પર ફિલ્મ ‘છિછોરે’ની સક્સેસ પાર્ટીમાં ડ્રગ્સ પીરસવામાં આવ્યું હતું અને શ્રદ્ધાએ પણ ડ્રગ્સ લીધું હતું. જોકે, NCBની પૂછપરછ દરમિયાન શ્રદ્ધાએ નકારી કાઢ્યું હતું કે તે ડ્રગ્સ લેતી હતી. તેણે કહ્યું હતું કે પાર્ટીમાં ડ્રગ્સ નહીં પરંતુ ડ્રિંક્સ પીરસવામાં આવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. વચ્ચે સમાચાર આવ્યા કે NCBએ તેને આ મામલે ક્લીનચીટ આપી દીધી છે. પરંતુ તપાસ એજન્સીએ આ વાતને નકારી કાઢી હતી.

સિદ્ધાંતનું એક્ટિંગ કરિયર ફ્લોપ
સિદ્ધાંત કપૂર પણ તેના પિતા અને બહેનની જેમ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો છે. સિદ્ધાંતે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. સિદ્ધાંતની અગાઉની રિલીઝ ફેસિસ હતી. આ ફિલ્મ પણ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.ફિલ્મો સિવાય સિદ્ધાંતે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. જોકે, તે અભિનેતા તરીકે ઓળખ મેળવી શક્યો ન હતો. 

Most Popular

To Top