National

રાજસ્થાનમાં બનશે નવા 19 જિલ્લાઓ, સીએમ અશોક ગહેલોતે કરી જાહેરાત

નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી (CM) અશોક ગહેલોતે એક મોટી જાહેરાત કરી છે તેઓએ ગુરુવારના રોજ વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી છે. અશોક ગહેલોતે જાહેરાત કરી છે કે રાજસ્થાનમાં 19 નવા જિલ્લાઓ અને 3 નવા વિભાગો બનાવવામાં આવશે. તેઓએ વધારામાં કહ્યું કે અમને રાજયમાં ધણાં નવા જિલ્લાઓ બનાવવા માટેની માંગની અરજીઓ મળી હતી. અમે આ અરજીઓના આધારે તપાસ કરી તેમજ ઉચ્ચસ્તરની બેઠક બોલાવી ચર્ચા પણ કરી હતી. સીએમ અશોક ગહેલોતએ કરેલી જાહેરાત મુજબ હવે રાજસ્થાનમાં 19 નવા જિલ્લાનો સમાવેશ થશે. એટલે કે હવે રાજસ્થાન હવે કુલ 52 જિલ્લાઓ વાળું રાજ્ય બનશે.

  • રાજસ્થાનનાં મુખ્યમંત્રીએ કર્યું મોટું એલાન
  • રાજસ્થાનમાં નવા 19 જિલ્લાઓ બનાવાયા
  • હવે રાજ્યમાં જિલ્લાઓની કુલ સંખ્યા 52 

જાણકારી મુજબ  રાજસ્થાનમાં ચૂંટણી શરૂ થાય તે પહેલા કોંગ્રેસ સરકારે મોટું પગલું ભર્યું છે જેના કારણે અનેક વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સમીકરણમાં બદલાવો જોઈ શકાશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ચૂંટણીના વર્ષમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનો આ માસ્ટર સ્ટ્રોક હોવાનું કહેવાય છે. છેલ્લા ઘણા સમયથી નવા જિલ્લા બનાવવાની માંગ હતી જેને આજે મુખ્યમંત્રી ગેહલોતે પાસ કરી આ અંગેની ધોષણા કરી છે. એક સાથે 19 નવા જિલ્લાઓની જાહેરાતને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનમાં સામેલ થશે હવે આ 19 નવા જિલ્લા
અનુપગઢ (શ્રીગંગાનગર)
બાલોત્રા (બાડમેર)
બેવર (અજમેર)
ડીગ (ભરતપુર)
ડીડવાના-કુચામાનસિટી (નાગૌર)
ડુડુ (જયપુર)
ગંગાપુર શહેર (સવાઈમાધોપુર)
જયપુર-ઉત્તર
જયપુર-દક્ષિણ
જોધપુર પૂર્વ
જોધપુર પશ્ચિમ
કરચલો (અજમેર)
કોટપુતલી-બેહરોર (જયપુર)
ખૈરથલ (અલવર)
નીમ પોલીસ સ્ટેશન (સીકર)
ફલોદી (જોધપુર)
સાલુમ્બર (ઉદયપુર)
સાંચોર (જાલોર)
શાહપુરા (ભીલવાડા)

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રાજસ્થાનમાં આ ઉપરાંત બાંસવાડા, પાલી, સીકરના નવા વિભાગો બનાવવામાં આવ્યા છે. હવે રાજસ્થાનમાં કુલ 52 નવા જિલ્લા અને 10 વિભાગો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે 2000 કરોડના બજેટ પરની ચર્ચાના જવાબમાં આ તમામ જાહેરાતો કરી છે. એટલે કે હવે રાજસ્થાન કુલ 51 જિલ્લા અને 10 વિભાગો વાળું રાજ્ય બની ગયું છે. જેમાં 19 નવા રાજય અને 3 નવા વિભાગોનો પણ સમાવેશ થાય છે.

Most Popular

To Top