Gujarat

ગુજરાતમાં H1N1ના 80 કેસો અને H3N2ના 3 કેસો નોંધાયા, 1 દર્દીનું મોત

ગાંધીનગર : રાજયમાં હાલમાં નોંધાયેલા સીઝનલ ફલુના કેસો જોવા મળી રહ્યાં છે. જેમાં H1N1 ટાઈપના 80 કેસો તથા H3N2ના 3 કેસો નોંધાયેલા છે. જયારે વડોદરામાં (Vadodra) એક દર્દીનું મૃત્યુ (Death) થયું છે , તેમ રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભામાં જણાવ્યું હતું. કોંગ્રેસના સીનીયર સભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં H1N1 તથા H3N2ના કેસોમાં થયેલા વધારા અંગે રજુઆત કરીને સરકારના નિવેદનની માંગણી કરી હતી. જેના જવાબમાં આરોગ્ય મંત્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, રાજયમાં સીઝનલ ફલુનો પહેલો કેસ 2009માં નોંધાયો હતો. જેમાં નોંધપાત્ર દર્દીઓનું મૃત્યુ થયુ હતું. H1N1 તથા H3N2 એ ઈન્ફલુએન્ઝા – એ ના ટાઈપ છે. આ બન્ને પ્રકારના મરણનો દર ખુભ ઓછો હોય છે. આતમામ વાયરલ ફિવરના લક્ષણો દર્દીને 7 દિન સુધી જોવા મળે છે. રાજયમાં 1લી જાન્યુ.થી 13મી માર્ચ સુધીમાં 89જેટલા સીઝનલ ફલુના કેસો નોંધાયેલા છે. જયારે એક દર્દીનું મૃત્યુ થયુ છે.

રાજયની હોસ્પિટલોમાં ઓપીડીની સંખ્યામાં 10થી 15ટકાનો વધારો જોવા મળ્યો છે. ઈન્ડોર દર્દીઓમાં 3થી 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફો.પોર્ટલના ડેટા એનાલીસી મુજબ , ચાલુ સપ્તાહમાં ઈન્ફલુએન્ઝા લાઈક ઈલનેશના કેસોનો ટ્રેન્ડ ઘટયો હોય તેવિુ જણાઈ રહયુ છે. H1N1 તથા H3N2 ના વાઈરસની ચકાસણી – ટેસ્ટ 13 સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં થાય છે. જયારે 60 ખૈનગી લેબમાં પણ તેના ટેસ્ટ થાય છે. જરૂર પડયે 200 લેબ સુધી ટેસ્ટ કરવાની ક્ષમતા વધારી શકાય તેમ છે. રાજય સરકાર પાસે આ સીઝનલ ફલુની સારવાર મટે જરૂરી તમામ દવાઓ તથા સાધન – સામગ્રી ઉપલબ્ધ છે. પટેલે કહયું હું કે , વડોદરામાં જે દર્દીનું સીઝનલ ફલુથી મૃત્યુ છે, તે પાછળથી મોડેથી ખબર પડી હતી. એટલું જ નહીં તેમને અન્ય બિમારી પણ હતી.

Most Popular

To Top