Sports

આજે ફિફા વર્લ્ડકપમાં રમાશે બે ક્વાર્ટર ફાઇનલ

દોહા: ફિફા વર્લ્ડકપ 2022માં (FIFA World Cup-2022) આવતીકાલ શુક્રવારથી (Friday) ક્વાર્ટર ફાઇનલ (Quarter Finals) મેચોનો તબક્કો શરૂ થશે. પ્રિ ક્વાર્ટર ફાઇનલ જીતીને બ્રાઝિલ, ક્રોએશિયા, નેધરલેન્ડ, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, મોરોક્કો, પોર્ટુગલ અને આર્જેન્ટિનાએ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ચાર ક્વાર્ટર ફાઇનલ 9 અને 10 ડિસેમ્બરે રમાશે. જેમાં આવતીકાલે પહેલી ક્વાર્ટર ફાઇનલ બ્રાઝિલ અને ક્રોઅશિયા વચ્ચે જ્યારે બીજી ક્વાર્ટર ફાઇનલ આર્જેન્ટીના અને નેધરલેન્ડ વચ્ચે જંગ જામશે.

પાંચવારની ચેમ્પિયન બ્રાઝિલ અને ગત વર્ષની રનર્સઅપ ક્રોએશિયા વચ્ચેનો મુકાબલો રસપ્રદ બની રહેવાન સંભાવના છે. જો કે ચાહકોની નજર બીજી ક્વાર્ટર ફાઇનલ પર વધુ રહેશે કારણકે તેમાં ચાહકોનો ફેવરિટ લિયોનલ મેસીની આર્જેન્ટીના નેધરલેન્ડનો સામનો કરશે. પોતાનો છેલ્લો વર્લ્ડકપ રમી રહેલો લિયોનેલ મેસી ટાઇટલ જીતવા માગે છે તો સામે પક્ષે નેધરલેન્ડ પણ જોરદાર રિધમમાં છે.

10મી રમાનારી ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોનો મુકાબલો પોર્ટુગલ સામે થશે.અને છેલ્લી ક્વાર્ટર ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. ફિફા વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલ 13મીએ અને બીજી 14મીએ યોજાશે. ભારતીય સમય અનુસાર, પ્રથમ સેમિફાઇનલ 13 ડિસેમ્બરે રાત્રે 12.30 કલાકે અને બીજી 14મી ડિસેમ્બરે રાત્રે 12.30 કલાકે શરૂ થશે. ફાઈનલ 18 ડિસેમ્બરે રમાશે.

ભારતમાં ક્વાર્ટર ફાઇનલ સમય
9 ડિસેમ્બર ક્રોએશિયા વિ બ્રાઝિલ રાત્રે 8:30 વાગ્યાથી
9 ડિસેમ્બર નેધરલેન્ડ્સ વિ આર્જેન્ટિના રાત્રે 12:30 વાગ્યાથી
10 ડિસેમ્બર મોરોક્કો વિ પોર્ટુગલ રાત્રે 8:30 વાગ્યાથી
10 ડિસેમ્બર ઈંગ્લેન્ડ વિ ફ્રાન્સ રાત્રે 12.30 વાગ્યાથી

ફિફા વર્લ્ડકપની નોકઆઉટ મેચોનું જીવંત પ્રસારણ
ફિફા વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલ સહિતની તમામ નોકઆઉટ મેચો સ્પોર્ટ્સ18 ટીવી ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. ભારતના દર્શકો આ ચેનલની સાથે જ જિયો સિનેમાની એપ અને વેબસાઈટ પર ફ્રીમાં મેચનું સ્ટ્રીમિંગ જોઈ શકે છે.

Most Popular

To Top