National

સ્ટ્રીટ વેન્ડર્સને મોદી સરકારે આપી મોટી ભેટ, 2024 સુધી તેમને મળી શકશે 50 હજાર સુધીની સહાય

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ (PM Street Vendors) આત્મ નિર્ભર યોજનાને (Self Reliance Scheme) ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે. 10,000 અને પછી 20,000 રૂપિયાની લોન ઉપરાંત, કેન્દ્ર સરકારે 50,000 રૂપિયા સુધીની ત્રીજી લોન (loan) પણ રજૂ કરી છે. તેમાં સમગ્ર દેશમાં યોજનાના તમામ લાભાર્થીઓ સુધી ‘સ્વાનિધિ થી સમૃદ્ધિ’નો યોજનાનો વિસ્તાર કરતી આ યોજના ઉપર હવે મંજૂરીની મહોર લગાવી છે.આ યોજના હેઠળ અનેક લાભાર્થીઓને લાભ લીધો હતો. હવે આ યોજના લાભમાં બીજા અનેક સ્ટ્રીટ વેન્ડરોને પણ આવરી લેવાના હેતુ સાથે તેને વધુ વેગ મળે તેવી આશાઓ કેન્દ્ર સરકાર તરફે સેવાઈ રહી છે.

  • સ્ટ્રીટ વેન્ડર્સ (PM Street Vendors) આત્મ નિર્ભર યોજનાને લંબાવાઈ
  • આ યોજનાનો અત્યાર સુધી 31.73 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ મળ્યો છે
  • આત્મ નિર્ભર યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવી છે

અત્યાર સુધી 31.73 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ મળ્યો છે
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ યોજના અંતર્ગત 30 નવેમ્બર 2022 સુધી કુલ 31.73 લાખ સ્ટ્રીટ વેન્ડરોએ અત્યાર સુધી પ્રથમ રૂ. 10,000ની લોન લીધી છે. તેમાંથી 5.81 લાખ લોકોએ 20,000 રૂપિયાની બીજી લોન લીધી છે. તે જ સમયે, 6 હજાર 926 સ્ટ્રીટ વેન્ડરોએ 50 હજાર રૂપિયાની ત્રીજી લોન લીધી છે.

મંત્રાલયે લોકસભામાં લેખિત જવાબ આપ્યો
ગુરુવારે લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે વેન્ડિંગ ઝોન બનાવવા સંબંધિત મુદ્દો સ્ટ્રીટ વેન્ડર્સ પ્રોટેક્શન ઑફ લિવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઑફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ, 2014 હેઠળ આવે છે. જે સંબંધિત રાજ્યો અને કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અમલમાં મૂકવામાં આવશે.

ડિસેમ્બર 2024 સુધી આ યોજનાનો લાભ લઈ શકશે
મંત્રાલયે જણાવ્યું કે ડિસેમ્બર 2024 સુધીમાં 42 લાખ શેરી વિક્રેતાઓને પીએમ સ્વાનિધિ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. કોરોના વાયરસ રોગચાળાથી પ્રભાવિત શેરી વિક્રેતાઓને વ્યવસાય ફરી શરૂ કરવા માટે નાણાંની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 1 જૂન, 2020 ના રોજ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ તેમને બિઝનેસ શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે.

Most Popular

To Top