Entertainment

પૂજા હેગડેને દુબઈમાં જાનથી મારી નાખવાની ધમકી મળી, અભિનેત્રીની ટીમે ખૂલાસો કર્યો

મુંબઇ: બોલિવૂડમાં ‘મોહેંજો દારો‘ તેમજ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જેવી ફિલ્મથી (Movie) ખ્યાતિ મેળવનાર પૂજા હેગડે (Pooja hegde) વિશે એક ચોંકાવનારા સમાચાર (News) સામે આવ્યા છે. થોડા સમય પહેલી અભીનેત્રી એક ઇવેંન્ટમાં હાજરી આપવા દુબઈ (Dubai) ગઇ હતી. દરમિયાન થોડી ઉગ્ર દલીલ થઇ જતાં તેણીને જાનથી મારી નાંખવાની ધમખી આપવામાં આવી હતી. જો કે હવે તેણીની ટીમે આ વાત પાછળનું સત્ય જાહેર કર્યું છે.

  • પૂજા દુબઈમાં ક્લબના ઉદ્ઘાટન માટે ગઈ હતી
  • ઉદ્ઘાટનના પ્રસંગે અભિનેત્રીની ઉગ્ર દલીલ થઇ
  • અભિનેત્રીને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી
  • અભિનેત્રીની ટીમે આ વાતનો ખૂલાસો કર્યો

પ્રાપ્ત વિગતો મુજબ પૂજા એક ક્લબના ઉદ્ઘાટન માટે દુબઈ ગઈ હતી. તેમજ હાલ તેણી ભારત પરત આવી ગઈ છે. પરંતુ ઉદ્ઘાટનના પ્રસંગે અભિનેત્રી સાથે ત્યાં વિવાદ થઇ ગયો હતો. તેમજ ઉગ્ર બોલચાલ પણ થઇ હતી. ત્યારબાદ ખબરો સામે આવી હતી કે અભિનેત્રીને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી છે. આ સમાચાર વાયુવેગે વાઇરલ થતાં એક્ટ્રેસના ચાહકો તેણીની સુરક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા હતા. જો કે હવે તમામ ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે.

અભિનેત્રીની ટીમે આ વાતનો ખૂલાસો કર્યો હતો કે “અમને ખબર નથી કે આ ખોટી અફવા કોણે ફેલાવી છે. પરંતુ આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.” પૂજાએ હમણા સુધી આ મામલે કોઇ પ્રતિક્રીયા આપી નથી. તેમજ વિષયે કોઇ નિવેદન પણ આપ્યું નથી. દરમિયાન બુધવારે સવારે પૂજા મુંબઈમાં મીડિયાની નજરે આવી હતી. સાદા અને અટ્રેક્ટિવ લૂક સાથે પૂજાની તસવીરો વાઇરલ થઇ હતી.

પૂજાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે કિસી કા ભાઈ કિસી કી જાનમાં ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં તેણીએ સલમાન ખાનની લવ સ્ટોરીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં વેંકટેશ દગ્ગુબાતી, શહેનાઝ ગિલ, રાઘવ જુયાલ, પલક તિવારી, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ, વિનાલી ભટનાગર અને વિજેન્દર સિંહ પણ સહાયક ભૂમિકામાં હતા. આ પહેલા પણ બોલિવૂડ તેમજ અન્ય ફેમસ યૂટ્યુબરને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી ચૂકી છે. આ લીસ્ટમાં સાલમાન ખઅન, કંગના રણૌત, સાહરુખ ખાન, એલ્વિશ યાદવ સહિત અનેક ખ્યાતનામ ચહેરાઓ છે.

Most Popular

To Top