Dakshin Gujarat

પોલીસ શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે ફરજ દરમ્યાન શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સાયલી પોલીસ (Police) ટ્રેનિંગ સેન્ટરમાં દેશમાં પ્રાણોની આહુતિ આપનારા શહીદોને (Martyr) દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ શહીદ દિવસના અવસર પર શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, દાનહ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમા આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ ટુકડી દ્વારા શહીદોના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી હતી, જેમાં દમણ દીવ અને દાનહ ઇન્ચાર્જ ડીઆઈજી સહીત અન્ય પોલીસ અધિકારી (Police Officer) ભાગ લીધો હતો, બાદમાં પુષ્પચક્ર અર્પિત કર્યા બાદ દરેક અધિકારી શહીદ સ્મારક સામે ઉભા રહી પોલીસ બેન્ડ દ્વારા શ્રદ્ધાંજલિ (Tribute) આપવા માટે લાસ્ટ પોસ્ટની ધૂન વગાડવામા આવી હતી.

દરેક પોલીસ અધિકારી શહીદોની યાદમાં બે મિનિટનું મૌન રાખ્યું હતું, પોલીસ અધિકારીઓએ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ કાર્યક્રમમાં દીવ દમણ અને દાનહ ઇન્ચાર્જ ડીઆઈજી વિક્રમજીત સિંહ, એસપી હરેશ્વર સ્વામી, આઈપીએસ અધિકારીઓ પીઆઈ, પીએસઆઇ આઇઆરબી તેમજ દમણ પોલીસના અધિકારી સેલવાસ ફાયર વિભાગના અધિકારી તેમજ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

એસઆરપી ગ્રુપ-11 વાવ ખાતે કોરોનામાં શહિદ થયેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

સુરત શહેર અને જિલ્લામાં પોતાની ફરજ દરમ્યાન વીરગતિને વરેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ”પોલીસ શહિદ સ્મૃતિ દિવસ” ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુરુવારે રાજ્ય અનામત પોલીસ દળ, એસઆરપી ગ્રુપ-11 વાવ ખાતે શહીદ થયેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં એસઆરપી ગ્રુપ-11માં ફરજ બજાવતા અને 25 જુલાઈ 2020ના રોજ ચાલુ ફરજે કોરોનાથી મૃત્યુ પામેલ સિનિયર ક્લાર્ક જુનેદ મીયાઆહમદ મનસુરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સ્વ.જુનેદ મનસુરીના પરિવારની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થની તસ્વીરનું સેનપતિની કચેરી ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે એસઆરપી ગ્રુપ-11 ના સેનાપતિ હેતલ પટેલ (એસ.પી.), ડીવાયએસપી કવીન પરીખ, ડીવાયએસપી શૈલેષ આચાર્ય તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતાં. આ અવસરે સ્વ.અર્જુનસિંહ ગામિત તથા સ્વ.શંકરલાલ ગામેતીને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

”પોલીસ શહિદ સ્મૃતિ દિવસ” અવસરે ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ રહીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાષ્ટ્ર અને રાજ્યની રક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ, સુરક્ષા દળના જવાનોએ ‘રાષ્ટ્રહિત સર્વપ્રથમ’ની કર્તવ્યભાવના સાચ અર્થમાં ઊજાગર કરી છે. વિકાસના પાયામાં પોલીસ દળની ફરજપરસ્તી અને પ્રજાના જાન-માલની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા પડેલી છે. અનેક કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓ પોતાના જાનની પરવા કર્યા વિના અને ઘર પરિવારની ચિંતા પણ કર્યા વિના દેશ-રાજ્ય માટે બલિદાન આપીને અમર થઇ જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કોરોના કાળમાં રાજ્યના અનેક પોલીસ કર્મીઓ સંક્રમિત થયા, જે પૈકી અનેકે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને પણ મુખ્યમંત્રીએ ભાવસભર અંજલિ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે પોલીસ પરિવારોએ પોતાના આપ્તજન ગુમાવ્યા છે તેમના દુ:ખમાં સહભાગી થઇ તકલીફના સમયે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી રહી છે.

Most Popular

To Top