Gujarat

દેશનું સૌથી સ્વચ્છ અને નિરોગી ગામ બનશે હવે પ્લાસ્ટિક મુક્ત, પીએમની હાજરીમાં ગ્રામજનોએ કર્યો સંકલ્પ

દેશના સૌથી સ્વચ્છ અને નિરોગી ગામની ઉપાધિ મેળવનાર પાલનપુરના પીપળી ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi live streaming pipli) આજે ગાંધીજીના જન્મદિવસે વર્ચ્યુઅલ ગ્રામસભા સંબોધી છે. આ પ્રસંગે ગ્રામજનોએ સ્વચ્છતામાં એક કદમ આગળ વધતા પ્લાસ્ટિક મુક્ત ગામનો સંકલ્પ લીધો છે. (Plastic Free Village PiPli) ગ્રામજનોએ ગ્રામસભા દરમિયાન જ પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કર્યો છે.

દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે જ ગ્રામસભાને સંબોધી ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવાના હોય ગઈકાલે શુક્રવારથી જ ગામમાં દિવાળી જેવો માહોલ છે. ગામના સરપંચ દ્વારા લાઈવ સ્ટ્રીમીંગનું આયોજન કરાયું હોય ગ્રામજનો સવારથી જ વીડિયો કોન્ફરન્સના સ્થળે પહોંચી ગયા હતા. અહીં આસપાસના ગામના લોકો પણ ભેગા થયા હતા. વીડિયો કોન્ફરન્સમાં પીએમ નરેન્દ્ર મોદીએ જળ જીવન મિશનની વાતચીત કરી છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલાં રાજ્યમાં આમ આદમી પાર્ટીના વધતા પગ પેસારાની અસર દિલ્હીમાં પણ દેખાઈ રહી હોવાનું લાગે છે. આજે પાલનપુરના પીપળી ગામની ગ્રામસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના આડકતરી રીતે આપના ચૂનાવી વચનો પર ટીખળ કરી હતી. વર્ચ્યુઅલ ગ્રામસભામાં પીએમ મોદીએ પીપળીના સરપંચ સાથેના વાર્તાલાપમાં પૂછ્યું કે ચૂંટણી આવશે ત્યારે ગામથી બીજા ચૂંટણી લડે અને તમને કહી દેશે કે પાણી મફત આપીશું તો.. શું કરશો?

  • વડાપ્રધાને ગ્રામજનોના વખાણ કરતા કહ્યું કે સિદ્ધી તેની જોડે જાય જે પરસેવે ન્હાય.. તમારા ગામના લોકોએ મહેનત કરી તેનું ફળ મળી રહ્યું છે. નાગરીકોનો શ્રમ જ સાચી શક્તિ છે

આજે ગ્રામસભામાં વડાપ્રધાને પીપળીના ગ્રામજનો સાથે જલ જીવન જલ મિશન મુદ્દે વાતચીત કરી હતી. પીપળી ગામ પાણીના મામલે આત્મનિર્ભર બન્યું છે, ત્યારે પીએમ એ પીંપળીના સરપંચને પૂછ્યું કે તમારા ત્યાં પાણીનું રેગ્યુલર ચેકિંગ થાય છે. પાણી ખરાબ હોય તો શું કરો છો, પાણી માટે ગ્રામજનો યોગદાન આપે છે. પીએમના સવાલોના જવાબમાં પીંપળીના સરપંચે કહ્યું કે, પીંપળીમાં શુદ્ધ પાણી મળે છે, કોઈ સમસ્યા નથી. ગ્રામજનો પાસે દર વર્ષે પાણીવેરા પેટે 120 રૂપિયા ઉઘરાવવામાં આવે છે, જે ગ્રામજનો ખુશી ખુશી આપે છે.

પાણી મામલે થતી વાતચીત દરમિયાન જ પીએમે સરપંચને હસતા હસતાં પૂછ્યું કે તમે ગ્રામજનો પાસે 120 રૂપિયા ઉઘરાવો છો, ત્યારે જો ચૂંટણી આવે ત્યારે કોઈ ઉમેદવાર મુફ્ત પાણી આપવાનો વાયદો કરે તો શંુ કરશો? આ સવાલના જવાબમાં ગામના સરપંચે કહ્યું કે, અમારી પાસે પાણી ઓછું છે. તે અનમોલ છે. વચન આપનારા પણ તે જાણે છે. તેથી પાણી આપવાનું પણ છે અને યોગદાન લેવું પણ પડશે. મુફ્તની વાતો જ ખોટી છે.

આ ઉપરાંત બનાસકાંઠા ટીંપક સિંચાઈ પદ્ધતિ, વીજળી વિગેરે મુદ્દે ચર્ચા થઈ હતી. અંતે વડાપ્રધાને ગ્રામજનોના વખાણ કરતા કહ્યું કે સિદ્ધી તેની જોડે જાય જે પરસેવે ન્હાય.. તમારા ગામના લોકોએ મહેનત કરી તેનું ફળ મળી રહ્યું છે. નાગરીકોનો શ્રમ જ સાચી શક્તિ છે.

આજે ગ્રામજનોએ બીજી ઓક્ટોમ્બરે ગ્રામસભા યોજાઈ રહી છે, જેમાં સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય અને વેક્સિનેશનની કામગીરી અંગેના મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી તેમજ પીંપળી ગ્રામસભાએ પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કરાયો હતો. ગામમાં પ્રથમ ડોઝની વેક્સિનેશનની કામગીરી સારી કરાઈ છે. આ ગ્રામસભામાં બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ જિલ્લાના સાંસદ પરબત પટેલે ખાસ હાજરી આપી છે.

પાલનપુરના આ નાનકડા પીંપળી ગામની કેમ પસંદગી થઈ તે પણ જાણવા જેવું છે. દેશનું આ પ્રથમ નિરોગી ગામ બન્યું છે. આ ગામમાં નળ, ગટર, રસ્તા અને સફાઈમાં અવ્વલ છે. ગામમાં દરેક ઘરમાં શૌચાલય છે. દરેક ઘરમાં નળ દ્વારા શહેરો કરતા ચોખ્ખું પાણી આવે છે. ગામમાં સફાઈ માટે વિશેષ તકેદારી રાખવામાં આવે છે. શહેરોની જેમ પીંપળી ગામમાં કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પીંગ સાઈટ ઉભી કરવામાં આવી છે. ગામમાં એક પણ ગટર કયારેય ખુલ્લી રાખવામાં આવતી નથી, જેના લીધે ગામમાં મચ્છરથી થતાં રોગો નહીંવત છે. અંદાજિત 2500થી વધુની વસતિ ધરાવતું આ પીંપળી ગામ સુંદર અને રળિયામણું છે. ગામના સરપંચ રમેશભાઈ પટેલે ગામને સ્વચ્છ સુંદર અને શિક્ષિત બનાવવા માટે અથાગ પ્રયાસો પ્રયાસો કર્યા છે.

સામાન્ય ગામની જેમ પીંપળીમાં પણ પહેલાં અનેક સમસ્યાઓ હતી. અહીં આંતરિક પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. તેથી ગ્રામજનોએ જલ જીવન થકી વાસમો યોજના હેઠળ નવી પાણી પાઈપલાઈન નાંખી હતી. ગામની અંદર નલ સે જલ યોજના અંતર્ગત તમામેતમામ કુટુંબોને સમયસર બે ટાઈમ પાણી મળે છે. ગાઉના સમયની અંદર મોટર દ્વારા પાણી ખેંચવું પડતું હતું, જેને કારણે વીજબિલ વધુ આવતું હતું, એ અત્યારે નલ સે જલ યોજનાને કારણે એમાં ખૂબ જ બચત થઈ છે.

Most Popular

To Top