Madhya Gujarat

સંજેલી પંચાયતના સરપંચ-તલાટીએ રોડ પરનુ વાંચનાલય વેચી માર્યું

       દાહોદ: સંજેલી પંચાયત દ્વારા વાંચનાલયનો પંચાયત સભ્યો અને ગ્રામજનોને અંધારામાં રાખીને ફરસાણના વેપારી અને સંજેલીના પ્રખ્યાત કરિયાણાના વેપારીને બારોબાર ઠરાવ કરી આપતા ગામના જાગૃત નાગરિક દ્વારા ટીડીઓને કામ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી. પ્રકાશ ધેવર પંચાયતની દુકાનમાં કબજો ધરાવે છે. ઉપરના માળે વર્ષો પહેલા પંચાયતનું વાંચનાલય હતું પરંતુ નવું બાંધકામ થતાં ઉપરનું બાંધકામ ખુલ્લું છે.સંજેલી તાલુકા વિકાસ અધિકારી દ્વારા વાંચનાલય માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

પંચાયત દ્વારા વાંચનાલય બાંધકામ કરવાને બદલે સુમિત ફરસાણ ના વેપારી તેમજ જથ્થાબંધ કરિયાણાના વેપારી પ્રકાશ ધેવર ને પંચાયતના સભ્યો તેમજ ગ્રામ સભામાં ઠરાવ કર્યા વિના જ બારોબાર ઠરાવ કરી આપતા બાંધકામ શરૂ કરતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે ઉપરના માળે બાંધકામ શરૂ થતાં જ જિલ્લા ભાજપા મહામંત્રી સુરેન્દ્રસિંહ સોલંકી દ્વારા બાંધકામ બંધ કરાવી ગેરકાયદેસર થયેલ ઠરાવ રદ કરી પંચાયતના સરપંચ તલાટી અને બાંધકામ કરાવનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માટે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top