Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : દંતેશ્વર વિસ્તારના વુડાના મકાનમાં કોઈ કારણો સર ગેસનો બાટલ લીકેજ થતા બાટલના ઉપરના ભાગનો બર્નર સળગતાની સાથે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જેથી વિસ્તારમાં લોકટોળા પર એકઠા થયા હતા.
દંતેશ્વર વિસ્તારમાં આવેલા બોમ્બે હાઉસિંગ બોર્ડના વુડાના મકાનમાં આજે સવારે અચાનક ગેસનો બાટલ લીકેજ થતા બાટલના ઉપરના ભાગે લાગેલું બર્નર અચાનક સળગવા લાગ્યું હતું જેથી ઘરના લોકોએ બુમરાણ મચાવતા વિસ્તારનાં લોકો ભેગા થયા હતા ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી હતી જેથી ઘટના સ્થળે તાતકાલીક ફાયર બ્રિગેડના જવાનો આવી પહોચ્યા હતા અને બાટલાના ઉપરનું બર્નર કાઢી નાખવામાં આવ્યું હતું અને જે સળગતું હતું તેને ઓળવામાં આવ્યું હતું અને બાટલાને ખુલ્લી જગ્યામાં મુકવામાં આવ્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી. ઘટનાની જાણ વિસ્તારમાં લોકોને થતા લોક ટોળા એકઠા થયા હતા ત્યારે ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોચી હતી અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં કોઇપણ જાતની જાનહાની થઇ નહોતી.

To Top