SURAT

સૂર્યામરાઠી અને અનિલ કાઠી ગેંગની સાથે મારામારી કરનાર વિપલ ટેલર લોડેડ પિસ્તોલ સાથે પકડાયો

સુરત : સુરતની માથાભારે ગણાતી સૂર્યામરાઠી (Surya Marathi),અનિલ કાંઠી, દર્શન ઉર્ફે ગુડ્ડુની સાથે દુશ્મનાવટ કરનાર વિપલ પટેલને (Vipal Patel) સુરતની ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) લોડેડ (Loaded) પિસ્તોલની (Pistol) સાથે પકડી પાડ્યો હતો. વિપલ તિહાર જેલમાંથી (Tihar Jail ) નાર્કોટિક્સના (Narcotics) ગુનામાં પેરોલ (Parole) લઇને બહાર ભાગી આવ્યો હતો અને સુરત આવતાની સાથે જ પોલીસે (Police) તેને પકડી લીધો હતો પોલીસે વિપલની પાસેથી સિયાઝ કાર, આઇફોન સહિત રૂા.5.38 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.2020માં ડુમસમાં અવધ કોપરસ્ટોનમાં રહેતા વિપલ મનીષભાઇ ટેલરએ પ્રિન્સ પટેલ નામના યુવકને ચપ્પુના ઘા મારી દીધા હતા અને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

  • વિપલ તિહાર જેલમાંથી નાર્કોટિક્સના ગુનામાં પેરોલ લઇને બહાર ભાગી આવ્યો હતો.
  • સુરતની ક્રાઇમ બ્રાન્ચે લોડેડ પિસ્તોલની સાથે પકડી પાડ્યો.

જેલમાં પણ વિપલે અન્ય એક કેદીની સાથે મારામારી કરી હતી
પોલીસ પકડથી બચવા માટે વિપલ દિલ્હી ભાગી ગયો હતો અને ત્યાં એમડી ડ્રગ્સ અને ચરસનો બંધાણી બની ગયો હતો આ સાથે જ તેને ડ્રગ્સ સહિત ચરસ વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો. આ અંગે દિલ્હી પોલીસને માહિતી મળતા વિપલની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને તિહારની મંડોલી જેલમાં મોકલી આપ્યો હતો. જેલમાં પણ વિપલે અન્ય એક કેદીની સાથે મારામારી કરી હતી અને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

વિપલની સામે વધુ એક હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો
વિપલની સામે વધુ એક હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. એક મહિના પહેલા જ વિપલ તિહાર જેલમાંથી પેરોલ ઉપર બહાર આવ્યા બાદ વિપલ ભાગી ગયો હતો અને પરત જેલમાં ગયો ન હતો. આ દરમિયાન તેને રૂા.35 હજારની કિંમતની લોડેડ પિસ્તોલ તેમજ કાર્ટિઝ લઇને ફરી રહ્યો હોય પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે વિપલે સૂર્યા મરાઠી, અનિલ કાઠી, દર્શન જરીવાલા ઉર્ફે ગુડ્ડી ફાયરીંગની સાથે મારામારી કરી હતી, આ તમામ ગેંગથી બચવા માટે પોતાના સ્વબચાવમાં એક મહિના પહેલા જ બિહારના કેલ્યા નામના ઇસમની પાસેથી પિસ્ટલ ખરીદ કરી હોવાની વિગતો કીધી હતી. પોલીસે આ વિપલની ધરપકડ કરી દિલ્હી પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે.

Most Popular

To Top