બારડોલી : બારડોલીના (Bardoli) નસુરા ગામની સરપંચ અને તેના પતિ સાથે વીજપોલ (Electric Pole) ખસેડવા બાબતે ફળિયામાં રહેતા યુવકે ગળું પકડી લઈ...
અમદાવાદ: ગુજરાત(Gujarat)માં ચુંટણી(Election) નજીક આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ(Congress)) બાદ વિપક્ષ તરીકે...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી એક વાડીની અંદર 500 ફૂટ (Feet) ઉંડા બોરમાં (Bore) બાળક પડી...
સુરત : (Surat) વિશ્વની સૌથી મોટી રફ (Rough) ડાયમંડ (Diamond) સપ્લાયર ડિબિયર્સ (De Beers) ગ્રુપની કંપની ડિટીસીની (DTC) જૂન માસની સાઇટ આજે...
બેતિયાઃ દિલ્હી(Delhi)ના નિર્ભયા કાંડ જેવી જ ઘટના બિહાર(Bihar)માં બની છે. જેમાં એક સગીર યુવતી પર ગેંગરેપ(Gengrape) કરવામાં આવ્યો હતો. બેતિયા બસ(Bus) સ્ટેન્ડ...
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને બફારો વર્તાયો રહ્યો છે. જેની વચ્ચે મંગળવારે બપોર બાદ સૌરાષ્ટ્ર (Saurashtra) વિસ્તારમાં વાતાવરણમાં (Atmosphere)...
વડોદરા : વરણામા બજારમાં એકત્ર થયેલા લોકટોળા જોતા અનખી ગામના બે યુવાનો ને પીએસઆઇ ગોહિલે બોલાવીને ફાઈબર ના ડંડા વડે બેરહેમી પૂર્વક...
વડોદરા : શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મીલ છોટે મસ્તાન બાવાની દરગાહ પાસે નોન વેજનો કચરો ફેંકવા બાબતે યુવક ઉપર બે જણાનો...
વડોદરા : ૧૮મી જુને એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો કરનાર હોય ત્યારે વડોદરા મહાનગર પાલિકાના મ્યુનીસીપલ કમીશનર શાલીની અગ્રવાલ, મેયર કેયુર...
આકાશ ગંગામાં ચારેક પરગ્રહવાસી સંસ્કૃતિઓ પૃથ્વી પર ટાંપીને બેઠા છે એવી ચેતવણી સ્પેનની વીગો યુનિવર્સિટીના એક Ph.D. સંશોધકે આપી છે. તેને પગલે...
વડોદરા: વડોદરા ગેસ લિ. દ્વારા મંગળવારે બકરાવાડી વિસ્તારમાં જઈને જે ગ્રાહક બિલની રકમ ભરપાઈ કરવા માટે આનાકાની કરતા હતા. તેવા ગ્રાહકો સામે...
ઉત્તર પ્રદેશ: આજના યુવકો મોબાઈલ(Mobile)માં ગેમ(Game) રમવાની લતનાં શિકાર બની રહ્યા છે. પરંતુ ગેમ રમવાની આ લતનાં કારણે એક હસતું રમતું પરીવાર...
વડોદરા : વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ ઉપર તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો.આ ઘટના...
દમણ : દમણના (Daman) કોસ્ટલ હાઇવે (High way) પર બાઈક (Bike) અને કાર (Car) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) બાઈક સવાર 2 યુવાન...
વડોદરા: (Vadodara) આવકવેરા (Income Tax) વિભાગ દ્વારા વડોદરાના એક હોસ્પિટલ ગ્રુપને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. આજે તા. 8 જૂન 2022ની સવારથી જ...
આણંદ : પેટલાદ એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ કો – ઓપરેટીવ ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશન લી.ની 38મી સાધારણ સભા અને પેટલાદ – સોજીત્રા તાલુકા...
પેરીસ હવામાન કરાર ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જે વાતાવરણનું સરેરાશ તાપમાન હતું તે તાપમાન કરતાં હાલમાં તાપમાનમાં થઇ રહેલા વધારાને 2 અંશ વધારાની...
નડિયાદ : ખેડા જિલ્લાના કાજીપુરા વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં કેમિકલની ટેન્ક સાફ કરવા ઉતરેલા છ કામદારને ઝેરી વાયુ શ્વાસમાં જતાં તબિયત લથડતી...
રાત્રિના આકાશ તરફ જોતા મન આશ્ચર્યથી ભરાઈ જાય છે. ઝગમગતાં સિતારાઓને જોતી વખતે અનેક સવાલો આવે છે. બાળકોની જિજ્ઞાસાને સંતોષવા માટે ભારતીય...
નડિયાદ: ડાકોરમાં આવેલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ (સરકારી દવાખાના) માં સોમવારના રોજ મોડી સાંજના સમયે કોઈ કારણસર એકાએક અંધારપટ છવાઈ ગયો હતો. તેમછતાં...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહનદાસ ભાગવતના ખોળિયામાં હમણાંથી મોહનદાસ ગાંધીનો આત્મા પ્રવેશી ગયો છે. ભાગવત બોલ્યા કે દરેક મસ્જિદમાંથી શિવલિંગ શોધવા નીકળવું...
મારી તબિયત ઠીક નથી લાગતી. ઘરે જઈ આરામ કરો તો સારું.’ મેં ચશ્માવાળા એક ભાઈને કહ્યું. સવારે 11 વાગ્યાની આસપાસનો સમય હતો....
નડિયાદ: ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રીના સમયે આકાશમાં ડ્રોનની રહસ્યમી ઉડાન જોવા મળી રહી છે. છેલ્લાં ચારેક દિવસથી આકાશમાં ડ્રોન ઉડતાં...
વિશ્વભરમાં જે પ્રાઈવેટાઈઝેશનનો ટ્રેન્ડ ચાલુ થયો છે તે ખતરનાક છે. સરકારની, અર્થાત્ જાહેર જનતાની સંપત્તિને ખાનગી હાથોમાં સોંપી દેવાની કુટિલ પદ્ધતિને ડિસઇન્વેસ્ટમેન્ટનું...
ગૌતમ બુધ્ધનો જન્મ ઈ.સ.પૂર્વે 563 માં થયો હતો. બુધ્ધીસ્ટ લોકો 8 મી એપ્રિલે તેમનો જન્મદિન ઉજવે છે. હમણાં જ વ.પ્ર. મોદી બુધ્ધની...
આ અગાઉ આજ જગ્યાએ હું 2 રાષ્ટ્રીયકૃત બેંકોના દુ:ખદ અનુભવો વિશે લખી ચૂકયો છું. હવે 2 ખાનગી બેંકોના સુખદ અનુભવો! સ્ટાન્ડર્ડ ચાટર્ડ...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. જેથી રેપો રેટ 4.90 ટકા...
મોગલ બાદશાહ જહાંગીર પાસેથી વેપારી પરવાનગી મળ્યા બાદ ફિરંગીઓ અને અંગ્રેજો મુકત રીતે ભારતમાં આવવા લાગ્યા ત્યારે સુરત શહેર દેશ વિદેશના વેપાર...
ગુજરાતના વડોદરામાં રહેતી ક્ષમા બિંદુ નામની યુવતી પોતાની સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્નમાં તેનાં માતા-પિતા વીડિયો કોલ દ્વારા...
આજકાલ નકામો બકવાસ કરનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. કામની વાતો બાજુમાં રહે અને નકામી વાતોનો ખડકલો થઈ જાય. વધુ...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
ભારતને વધુ એક ઝટકો! ઇન્ડિયન ઇકોનોમિક ઝોનની જમીન પર હવે ચીન કરશે મોટું રોકાણ
ઓમાન નજીક વેપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી રોક
મિશન 2027 માટે ભાજપનું માસ્ટર પ્લાન તૈયાર! પંકજ ચૌધરીની નવી ટીમ જાહેર, જાતિ અને પ્રાદેશિક સમીકરણો પર ખાસ ભાર
ધ્યાન શિબિરમાં ગયેલી કન્નડ અભિનેત્રીના ફ્લેટમાં 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
અમેરિકાની નવી શરત સામે ઈરાનનો સ્પષ્ટ ઈનકાર! ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડને લઈને વધ્યો વિવાદ’
દેશભરમાં ચોમાસાએ પકડી ગતિ: દિલ્હીથી લઈને બિહાર-ઝારખંડ સુધી ભારે વરસાદની આગાહી, અનેક રાજ્યોમાં એલર્ટ
15 વર્ષની ઉંમર, 140 કરોડ ભારતીયોની આશા,બેલફાસ્ટમાં ઈતિહાસ રચવા તૈયાર વૈભવ સૂર્યવંશી, ભારતીય ક્રિકેટના નવા યુગની થશે શરૂઆત?
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો વળાંક: 8 સામે FIR, ચંપત રાયનું નામ ગાયબ થતાં રાજકીય ઘમાસાણ
લગ્ન પહેલા જ રચાયું હત્યાનું કાવતરું? સિયા-ચેતનના ચેટથી ચોંકાવનારા ખુલાસા
દિલ્હી બળાત્કાર-હત્યા: આરોપી નપુંસક હતો, દુષ્કર્મનો પ્રયાસ કર્યો, નિષ્ફળ જતાં હત્યા કરી
વેનેઝુએલા બાદ જાપાન, અમેરિકા અને ભારતમાં એક જ દિવસે ભૂકંપના આંચકા, શું પૃથ્વી કોઈ મોટા જોખમનો સંકેત આપી રહી છે?
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે કર્યા સિક્રેટ લગ્ન? પહેલી તસવીર સામે આવતા ચાહકો ચોંક્યા
વેનેઝુએલામાં ભૂકંપથી તબાહી, PM મોદીએ ભારત તરફથી મદદની કરી જાહેરાત
LPG-LNG સપ્લાયમાં મળશે રાહત, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30થી વધુ જહાજો ભારત માટે રવાના, 26 જહાજો હજી પણ વેઇટિંગમાં
બી પોઝિટિવ, પણ ક્યાં સુધી
સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!
મુંબઈમાં ચોમાસું સક્રિય, થાણે-પાલઘર સહિતના વિસ્તારોમાં સતત વરસાદ; આગામી 2-3 દિવસ ભારે
ટ્રોલિંગથી કંટાળેલા રજનીકાન્તે કહ્યું, “હું બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!”
મનોરંજક સિનેમાનું ઓક્સિજન:થ્રિલ, રોમાંચ કે મસાલો?
ફિફા વર્લ્ડ કપ 2026: સ્વિટ્ઝર્લૅન્ડ ગ્રુપ બીમાં ટોચે, હાર છતાં કેનેડાએ પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી
તુઝ કો પા કર ભી ન કમ હો સકી બેતાબી-એ-દિલઇતના આસાન તેરે ઇશ્ક઼ કા ગ઼મ થા હી નહીં- ફ઼િરાક઼ ગોરખપુરી
ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વંટોળ સાથે વરસશે મેઘરાજા
ઇરાને પરમાણુ સ્થળોનું નિરીક્ષણ કરાવવું જ પડશે: IAEA પ્રમુખની સ્પષ્ટ વાત
જેટ ફ્યુઅલની કિંમતોમાં ઉછાળાથી એર ટિકિટના ભાવમાં 25 ટકા સુધી વધારો થઈ શકે
દક્ષિણ કોરિયાના KOSPI ઇન્ડેક્સના પતનની ભારતીય શેરબજાર પર અસર કેમ મર્યાદિત રહી?
યુરોપમાં ગરમીનું વધેલું પ્રમાણ આખા વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય છે
MP અને ગુજરાતમાં 9 દિવસ લેટ પહોંચ્યું ચોમાસુ, મુંબઈ ભારે વરસાદને કારણે જલમગ્ન
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
બારડોલી : બારડોલીના (Bardoli) નસુરા ગામની સરપંચ અને તેના પતિ સાથે વીજપોલ (Electric Pole) ખસેડવા બાબતે ફળિયામાં રહેતા યુવકે ગળું પકડી લઈ મારામારી (Fight) કરતાં મામલો પોલીસમથકે (Police Station) પહોંચ્યો હતો. બારડોલી તાલુકાના નસુરા ગામે ટેકરા ફળિયામાં રહેતાં પૂજાબેન રાઠોડ (ઉં.વ.35) નસુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે.
ગત 5મી જૂનના રોજ રાત્રે 9 વાગ્યે ઘરે હાજર હતા. એ સમયે ફળિયામાં જ રહેતો બળવંત મોહન રાઠોડ તેમના ઘરે આવ્યો હતો અને “મારા ઘર આગળ જે વીજપોલ આવેલો છે તે તૂટીને મારા ઘર પર પડે તેમ છે. તો તમે આ વીજપોલ કેમ કઢાવતા નથી?” એમ કહી સરપંચ પૂજાબેન સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. દરમિયાન તેણીના પતિ જીતુ દીપક રાઠોડ ત્યાં આવી જતાં તેમણે વીજપોલ ખસેડવા બાબતે કડોદ વીજ કંપનીની ઓફિસમાં તેમજ બારડોલી તાલુકા પંચાયતમાં અરજી આપી હોય ત્યાંથી કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
તેમ છતાં બળવંત એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સરપંચ પૂજાબેનને ગળામાં પકડી લીધા હતા. આ દરમિયાન પતિ જીતુભાઈ છોડાવવા જતાં તેનું પણ ગળું પકડી બે થપ્પડ મારી દીધી હતી. લડાઈ વધુ ઉગ્ર બને એ પહેલા ફળિયાના લોકો દોડી આવતા બળવંત ત્યાંથી જતો રહ્યો હતો અને જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી સરપંચ પૂજાબેને બારડોલી પોલીસ ગ્રામ્ય મથકમાં બળવંત વિરુદ્ધ ફરિયાદ કરતાં તપાસકર્તા હેડ કોન્સ્ટેબલ રાકેશ વસાવાએ ગુનો નોંધી બળવંતની ધરપકડ કરી હતી.
સોનગઢના સાઇડુનમાં બે બાઇક અથડાતાં બંને ચાલકનાં મોત, પાછળ બેસેલા બે ઘવાયાં
વ્યારા: સોનગઢના સાદડુન ગામે ગત મોડી રાત્રે બે મોટરસાઇકલ સામસામે અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બંને બાઇકચાલક ૨૦ વર્ષીય દિનેશ માવળી અને ડાંગના સુબીરના નિકુંજ પવારનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં સીબીઝેડ મોટરસાઇકલ પર સવાર એક યુવતી અને સ્પ્લેન્ડર પર સવાર એક યુવક ગંભીર રીતે ઘવાયાં હતાં. હાલ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રના સાંકરી તાલુકાના ખેરખુદા ગામનો ૨૦ વર્ષીય યુવક દિનેશ ફોટુ માવળી ગત તા.૬ જૂનની રાત્રિના લગભગ ૩ વાગ્યાના અરસામાં પોતાની મિત્ર અર્ચના ગુલાબ ગામીત (રહે.,મલંગદેવ, સોનગઢ) સાથે મોટરસાઇકલ નં.(જીજે ૫ ડીએન ૯૮૧૭) પર સાદડુનથી મહારાષ્ટ્રના ખેરખુદા ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે મલંગદેવથી ઓટા તરફ જતાં રસ્તામાં સાદડુન ગામની દૂધડેરી પાસે તેની મોટરસાઇકલ સામેથી આવતી જીજે ૩૦ સી ૯૫૭૧ નંબરની સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે ધડાકાભેર અથડાતાં બંને મોટરસાઇકલનો ભૂક્કો બોલાઇ ગયો હતો.
આ અસ્માતમાં સીબીઝેડના ચાલક દિનેશ માવળી અને સ્પ્લેન્ડર મોટરસાઇકલના ચાલક નિકુંજ ઇન્દુ પવાર (ઉં.વ.૨૩) (રહે.,સુબીર, ડાંગ)ને માથા તથા શરીરે ગંભીર ઈજા થતાં બંને બાઇકના ચાલકનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં સીબીઝેડની પાછળની સીટ પર બેસેલી યુવતી અર્ચના ગામીતને અને સ્પ્લેન્ડરની પાછળની સીટ પર સવાર અતુલ અર્જુન ડુંગરને ગંભીર ઇજા થતાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મરણ જનાર સ્પ્લેન્ડરનો ચાલક નિકુંજ પવાર તેના મિત્ર સાથે ઓટાથી સુબીર જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સ્પ્લેન્ડરના ચાલક નિકુંજ પવાર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.